Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

તમાચણમાં શુક્રવારે વાટલીયા પ્રજાપતિ સમાજનો હવન

સુરાપુરા દાદાના મંદિરે આયોજન : પૂર્વ દિવસની સંધ્યાએ સત્યનારાયણની કથા : રાજકોટ, કાલાવડ, જામનગરના જ્ઞાતિજનો ઉમટશે

રાજકોટ, તા., ૧ : સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા તા. ૩ ના શુક્રંવારે જામનગર જીલ્લાના જામવણથલી તાલુકાના તમાચણ મુકામે આવેલ શ્રી સુરાપુરા દાદાના મંદિરે પંચકુંડી હવનનું આયોજન કરાયુ છે. રાજકોટ, કાલાવડ, જામનગરના સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિજનોને ઉપસ્થિત રહવા જાહેર અનુરોધ કરાયો છે. યજ્ઞવિધિના આચાર્યપદે જસદણવાળા શાસ્ત્રી શ્રી મુકેશચંદ્ર વ્યાસ બીરાજશે. કાલે તા. ૨ ના ગુરૂવારે સાંજે ૬ વાગ્યે સત્યનારાણની કથા રાખેલ છે. હવનનો આરંભ તા. ૩ ના શુક્રવારે સવારે ૭ વાગ્યે થશે. બીડુ બપોરે ૧૨ વાગ્યે હોમાશે. બાદમાં મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. મુખ્ય યજમાન તરીકેનો લાભ જયસુખભાઇ વાલજીભાઇ ગોંડલીયા પરિવારે અને આશ્રય ભવન ગૃહ પ્રવેશ હવનના યજમાન તરીકેનો લાભ શ્રી ડિમ્પલભાઇ અજયભાઇ ગોંડલીયાએ લીધો છે. મુખ્ય આયોજક અજયભાઇ પોપટભાઇ ગોંડલીયા છે. ઉલ્લેખનીય છે કે અજયભાઇ પોપટભાઇ ગોંડલીયાના પુત્ર વિરલભાઇ ગોંડલીયા તરફથી તેમની લગ્ન વર્ષગાંઠ નિમિતે સુરાપુરા દાદાના મંદિરમાં એ.સી. મુકાવવા સંકલ્પ જાહેર કરાતા સૌએ વધાવી લીધેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ૧૦૦ લોકો આશરો લઇ શકે તે માટે વાસણની વ્યવસ્થા અજયભાઇ ગોંડલીયા તરફથી દાદાના મંદિરમાં ઉભી કરવામાં આવી છે. તમાચણ પહોંચવા રાજકોટથી સવારે ૭ વાગ્યે અને બપોરે ર વાગ્યે ટ્રેન મળે છે. જામનગરથી સવારે ૭ વાગ્યે ટ્રેન મળે છે.  જેમાં વંથલી ઉતરી રીક્ષા કે અન્ય ખાનગી વાહનમાં તમાચણ પહોંચી શકાશે. ઉપરાંત જામનગરથી તમાચણ જવા ખાસ બસની વ્યવસ્થા કરાઇ છે. તા.૩ના સવારે પ.૩૦ વાગ્યે સાધના સંગમ બાગ, દિગ્વીજયપ્લોટ, પોલીસ ચોકી સર્કલ, ટાઉન હોલ, વીકટોરીયા પુલ પાસેથી ઉપડશે. આ અંગે વધુમાહિતી માટે નવિનભાઇ ગોંડલીયા ૯૭૧૪૪ પપ૧૯૬ ઉપર સંપર્ક કરી શકાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા કમીટી મેમ્બરો સર્વશ્રી અજયભાઇ પી. ગોંડલીયા, શૈલેષભાઇ એન. ગોંડલીયા, પરેશભાઇ કે. ગોંડલીયા, સંજય ભાઇ એમ.ગોંડલીયા, સીરીશભાઇ  પી.ગોંડલીયા, ડીમ્પલભાઇ એ.ગોંડલીયા, હરેશભાઇ એસ.ગોંડલીયા, તુષારભાઇ એચ.ગોંડલીયા,   પ્રફુલભાઇ એન.ગોંડલીયા, નવીનભાઇ ટી.ગોંડલીયા, બાબુભાઇ ડી.ગોંડલીયા, કૌશીકભાઇ ડી.ગોંડલીયા, હિતેષભાઇ બી.ગોંડલીયા, નિલેશભાઇ પી.ગોંડલીયા, પ્રકાશભાઇ જી.ગોંડલીયા, વિરલભાઇ એ.ગોંડલીયા, અશોકભાઇ એચ.ગોંડલીયા, રસીકભાઇ એમ.ગોંડલીયા, વિપુલભાઇ એમ.ગોંડલીયા છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી હવનનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવતો હતો. આ વખતે પ મા હવનનો ઉત્સવ હોય ચોમેર ઉમંગ છવાયો છે. રાજકોટ, જામનગર, કાલાવડના સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિજનોએ હવનમાં પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

(3:02 pm IST)