Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

લાયન્સ કલબ સિલ્વર અને આવકાર દ્વારા રવિવારે વિનામુલ્યે મેડીકલ ચેકઅપ કેમ્પ

રાજકોટ તા. ૧ :.. લાયન્સ કલબ રાજકોટ સીલ્વર અને લાયન્સ કલબ રાજકોટ આવકારના સંયુકત ઉપક્રમે એચસીજી હોસ્પિટલના સહયોગથી મેડીકલ ચેક-અપ કેમ્પ તા. પ ના રવિવારે એચસીજી હોસ્પિટલ, ૧પ૦ ફુટ રીંગ રોડ, આસ્થા એવન્યુ પાસે અયોધ્યા ચોકમાં યોજેલ છે.

મેડીકલ કેમ્પમાં સવારે ૧૦ થી ૧ દરમિયાન એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરોની ટીમ જેમાં કાર્ડીયોલોજિસ્ટ ડો. નિકુંજ કોટેચા, ફેફસા રોગના ડો. યશ રાણા, ઓર્થોપેડીક ડો. અચલ સરડવા અને હૃદય રોગ નિષ્ણાંત ડો. પ્રકાશ રાબડીયા સેવા આપશે. બ્લડની તપાસ અને જરૂર હોય તેવા દર્દીઓને ઇસીજી તદન ફ્રી કરી આપવામાં આવશે.

મેડીકલ સારવાર ખુબ જ મોંઘી થયેલ છે ત્યારે ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન વસંતભાઇ મોવલીયા 'સેવા પરમો ધર્મ'ના ના સુત્ર ને સાર્થક કરવા લાયન્સ કલબ દ્વારા આ મેડીકલ કેમ્પનો લાભ લેવા દર્દીઓએ કેમ્પનો પ્રેસિડેન્ટ લાયન પ્રેસિડેન્ટ રેશ્માબેન અને લાયન્સ કલબ રાજકોટ આવકાર લાયન સમીર ખીરા, લિઓ કબલ સિલ્વર ઉમ્મીદ પ્રેસિડેન્ટ લિઓ શિવાની કોટકે અપીલ કરેલ છે.

વધુ માહિતી અને નામ નોંધણી માટે પ્રોજેકટ ચેરમેન લાયન પીનાબેન કોટક (૭૪૩૩૭ ર૭૬૦૬) લાયન ડોલરભાઇ કોઠારી (૯૮રપ૩ ૧૭૩૩૩), લાયન મનમોહનસીંગ નંદા (૯૮રપ૦ ૭પ૭રર), લાયન અનવર ઠેબા, લાયન બિપીનભાઇ મહેતા (૯૪ર૬ર ૪૦૪૧૭) નો સંપર્ક કરવા જણાવેલ છે. રજીસ્ટ્રેશન અને તપાસ સંપૂર્ણ ફ્રી માં હોય વધુને વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લેવા લાયસન્સ કલબ રાજકોટ સિલ્વર સેક્રેટરી લાયન મહેશ નગદિયા (૯૩૭૪૧ ૪ર૪૧પ) લાયન માલા લોઢિયા લાયન દિનેશભાઇ ઠકરાર, નિરવભાઇ ગેરીયાએ અનુરોધ કરેલ છે.

તસ્વીર 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા લાયન્સ કલબના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) 

(3:35 pm IST)