Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મનપા દ્વારા આજે ''વર્લ્ડ એઇડસ ડે'' અંતર્ગત જનજાગૃતિ અભિયાન તેમજ એવોર્ડ એનાયત સમારોહ યોજાયો

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ૧લી ડિસેમ્બર વર્લ્ડ એઇડ્સ ડે અંતર્ગત આજે જનજાગૃતિ અભિયાન તેમજ એવોર્ડ એનાયત સમારંભ મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો. આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી,  ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક શાસકપક્ષ સુરેન્દ્રસિંહ વાળા, પ્રોજેકટ ડાયરેકટર ગુજરાત રાજય એઈડસ કંટ્રોલ સોસાયટી ડૉ.રાજેશ ગોપાલ, આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે. કમિશનર આશિષકુમાર, એ.આર.સિંહ તેમજ આરોગ્ય અધિકારી ડૉ.એલ.ટી.વાંઝા, ડૉ.પી.પી.રાઠોડ, ડૉ.મનિષ ચુનારા  તેમજ એવોર્ડના લાભાર્થીઓ તથા એઇડ્સ સંસ્થાના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહેલ. એચ.આઈ.વી. એઇડ્સ અંતર્ગત જે જે સંસ્થાઓ રાજ્યભરમાં કામગીરી કરેલ તેવી ૪૨-સંસ્થાઓને એવોર્ડ આપવામાં આવેલ. આ ઉપરાંત જનજાગૃતિ માટે રેલીનું પણ આયોજન કરવામાં આવેલ. તેમજ પદાધિકારીશ્રી દ્વારા એઈડસની જન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈન (સહી ઝુંબેશ) કરેલ. આ કાર્યક્રમની આભારવિધિ આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ. રાજેશ્રીબેન ડોડીયા દ્રારા કરવામાં આવેલ હતી.

(3:38 pm IST)