Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

જયંતીભાઇ કવાડિયાને હૃદયમાં તકલીફઃ સાંજે બાયપાસ સર્જરી

રાજકોટ તા.૧ : રાજયના પૂર્વ પંચાયત મંત્રી જયંતીભાઇ કવાડિયાને હૃદયમાં એકાએક તકલીફ થતા સાંજે અમદાવાદમાં બાયપાસ સર્જરી કરવામાં આવનાર છે. તેમની હૃદયની મુખ્ય બે નળીમાં તકલીફ છે. બાયપાસ અંગે તેમણે પોતેજ ટવીટ કરી જાણકારી આપી છે.

શ્રી કવાડિયાએ ટવીટમાં જણાવ્યું છે કે હૃદયની તકલીફ જણાતા મે તાત્કાલીક શ્રી યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે ચેક અપ કરાવેલ હતું. મારા ચેકઅપ દરમિયાન હાર્ટમાં બ્લોકેજ આવેલ હોવાથી ડોકટરે તાત્કાલીક બાયપાસ સર્જરી કરાવવી પડે તેવી સલાહ આપતા જે સંદર્ભે આજ રોજ બપોર બાદ ડો. ચિરાગ દોશી અને એમની ટીમ દ્વારા બાયપાસ સર્જરી રાખેલ છે.આથી મારા પૂર્વ આયોજીત કાર્યક્રમો રદ કરવા વિનંતી છે. મારા પૂર્વ આયોજીત કાર્યક્રમમાં હાજર ન રહી શકવા બદલ દિલગીરી વ્યકત  કરૃં છુ઼. આપ સર્વેની શુભેચ્છા મારા સ્વાસ્થ્ય માટે હુંફ બની રહેશે.

(3:43 pm IST)