Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

લીંબડીના રળોલથી રાજકોટ લણસ ખરીદવા આવેલા વેપારીના રીક્ષાગેંગે રૂ.૪પ હજાર સેરવી લીધા

'તમે અહિં થોડીવાર ઉભા રહો, હું આ બીજા ભાઇને આગળ ઉતારી આવુ કહી વેપારીને મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં ઉતારી મુકયાઃ ત્રણ સકંજામાં'

રાજકોટ તા. ૧ : મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે રીક્ષામાં મુસાફર તરીકે બેઠેલા લીંબડીના રળોલગામના વેપારીના ખીસ્સામાંથી રીક્ષામાં બે શખ્સોએ રૂ.૪પ હજાર સેરવી લેતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ લીંબડીના રળોલ ગામમાં રહેતા વેપારી અલાઉદીનભાઇ અહેમદભાઇ વડદરીયા (ઉ.૪પ) હે બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે લસણ-ડુંગળીની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.૧૯ ના રોજ પોતે લસણની ખરીદી કરવા માટે રૂ.૪પ૦૦૦ રોકડા લઇને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવ્યા બાદ પોતાને બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે જવાનું હોઇ, તેથી રીક્ષાની રાહ જોતા હતા.ત્યારે એક રીક્ષા પોતાની પાસે ઉભી રહી અને ચાલકે પુછયું 'કયાં જાવુ છે. કાકા' પોતેકહેલ કે, 'મારે બેડી માર્કેટીંગ યાર્ડે જવુ છે.' કહી પોતે રીક્ષામાં બેસી ગયા હતા રીક્ષામાં પાછળ અગાઉથી બે શખ્સો બેઠા હતા પોતે ડાબી બાજુ બેઠા હતા. ત્યારબાદ રીક્ષા ચાલકે મોરબી રોડ સેટેલાઇટ ચોક પાસે રીક્ષા ઉભી રાખીને ચાલકે કહેલ કે 'તમે અહી થોડીવાર ઉભા રહો હું આ બીજાભાઇને આગળ ઉતારીને આવુ' કહી પોતાને રીક્ષામાંથી ઉતારી દઇ જતો રહ્યો હતો. બાદ પોતાને શંકા જતા ખીસ્સા ચેક કરતા ખીસ્સામાંથી લસણ ખરીદવા માટેના રૂ.૪પ૦૦૦ ગાયબ હતા.બાદ આ બનાવની પોતાના કાકા અકબરભાઇ વડદરીયાને તથા મામાના દીકરા અકબરભાઇ સંધરીયાને ફોન કરી જાણ કરી હતી. આથી રીક્ષામાં બેઠેલા બે શખ્સોએ નજર ચુકવી રૂ.૪પ હજાર સેરવી લીધા હોઇ, તેથી પોતે ગઇકાલે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ.એમ.જાડેજા સહિતે રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સોને સકંજામાં લઇ પુછપરછ હાથ ધરી છે.

(3:45 pm IST)