Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

શહેર યુવા ભાજપ મોરચાના તમામ વોર્ડના પ્રમુખ-મહામંત્રી અને કારોબારી સભ્યોની વરણી

વોર્ડનં.૧ થી ૧૮માં તમામ હોદેદારોની નિમણુંકઃ કમલેશ મિરાણી-કિશન ટીલવા

રાજકોટઃ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સાથે વિચાર-વિમર્શ કરીને શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટિલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા એ શહેરના તમામ વોર્ડના વોર્ડપ્રમુખ- મહામંત્રી અને શહેર કારોબારી સભ્યો જાહેરાત કરી હતી.

 આ તકે તેઓએ જણાવેલ કે યુવા મોરચાના નવનિયુકત વોર્ડપ્રમુખ- મહામંત્રી અને શહેર કારોબારીની આ ટીમ મોરચાના સંગઠનને વધુ મજબુત બનાવી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિ હિતકારી યોજનાઓની માહિતી જન-જન સુધી પહોંચાડશે.

 શહેર ભાજપ યુવા મોરચાના વોર્ડના નવનિયુકત વોર્ડપ્રમુખ- મહામંત્રી અને શહેર કારોબારી સભ્યોને પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રભારી નિતીન ભારદ્વાજ, ભાવનગર શહેર સંગઠનના પ્રભારી કશ્યપ શુકલ, રાજકોટ જિલ્લા સંગઠનના પ્રભારી રક્ષાબેન બોળીયા, મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

શહેર ભાજપ યુવા મોરચાના વોર્ડ પ્રમુખ-મહામંત્રી તથા શહેર કારોબારી સભ્યની વરણી આ મુજબ છે. વોર્ડનં. ૧  પ્રમુખ, અવિ મકવાણા, મહામંત્રી નૈમિષભાઇ ચુડાસમા નૈમિષભાઇ ચુડાસમા, સભ્ય દિગેશભાઇ વાઘેલા, વોર્ર્ડનં.૨ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, મહામંત્રી ભાગવત શર્મા, સભ્ય જય દવે, વોર્ડનં.૩ અભયભાઇ નાંઢા, મહામંત્રી, જીતુભાઇ કુંગશીયા, સભ્ય ચંદ્રસિંહ જાડેજા, વોર્ડનં.૪, હિતેશ મઠીયા, મહામંત્રી નિતિન ડાભી, સભ્ય, રવિ ગોંડલીયા, વોર્ડનં.૫, હાર્દિક કુંગશીયા, મહામંત્રી વિકાસભાઇ ચૌહાણ, સભ્ય જયેશ ભાનુશાળી, વોર્ડનં.૬, અંકિત દુધાત્રા,  મહામંત્રી લાલજીભાઇ બામ્ભા, સભ્ય, સુભાષભાઇ માંડાણી, વોર્ડનં.૭ આનંદભાઇ વાળા, મહામંત્રી જયુભાઇ ગમારા, સભ્ય હર્ર્ષીલભાઇ શાહ, વોર્ડનં.૮ મયુર પાંભર, મહામંત્રી કૃષ્ણદિપસિંહ જાડેજા, સભ્ય શકિત રાઠોડ, વોર્ડનં.૯ દેવ ગજેરા, મહામંત્રી પાર્થ મોરસાણીયા, સભ્ય કેવલ કાનાબાર, વોર્ડનં.૧૦ ધર્મરાજસિંહ જાડેજા, મહામંત્રી જયભારત ધામેચા, સભ્ય જયભાઇ બુધ્ધદેવ, વોર્ડનં.૧૧ તરંગભાઇરૂપાપરા, મહામંત્રી મીતભાઇ વાછાણી, સભ્ય દર્શીતભાઇ કોટડીયા, વોર્ડનં.૧૨ યુવરાજસિંહ ઝાલા, મહામંત્રી સતિષ ટોળીયા, સભ્ય કશ્યપ મેંદપરા, વોર્ડનં.૧૩, જય બોરીચા, મહામંત્રી વિષ્ણુ પંડયા, સભ્ય જયદીપ અકવાલીયા, વોર્ડનં.૧૪ પ્રતિક માંડલીયા, મહામંત્રી કશ્પય ભટ્ટ, સભ્ય કશન પરમાર, વોર્ડનં.૧૫ મૌલીક પરમાર, મહામંત્રી ધર્મેશ સોલંકી, સભ્ય, અજયસિંહ ચુડાસમા, વોર્ડનં.૧૬ નાગજીભાઇ રાદડીયા, મહામંત્રી જયેન્દ્રભાઇ ડાભી, સભ્ય નીશીથભાઇ અઘેરા, વોર્ડનં.૧૭ અમિત મેવાડા, મહામંત્રી રોહનભાઇ ચોટલીયા, સભ્ય ધ્રુવ કાકડીયા, વોર્ડનં.૧૮ અનીલભાઇ દોંગા, મહામંત્રી જનકભાઇ ચાવડા, સભ્ય કિશન અજાણી 

(3:46 pm IST)