Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ મતદાર યાદીમાં ૧૧ હજાર મતદારો નોંધાયાઃ ઓનલાઇન પ્રક્રિયાનું સુરસુરીયુ

નિદત બારોટ જુથની અડીખમ વર્ચસ્વવાળી શિક્ષણ વિદ્યાશાખામાં સૌથી વધુ રર૮૦ મતદારો નોંધાયા

રાજકોટ, તા., ૧: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીની વર્તમાન સેનેટ મુદત મે ર૦રરમાં પુરી થાય છે. નવી સેનેટની રચના કરવા સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી વિભાગે અત્યારથી કામગીરી શરૂ કરી છે. હાલ સેનેટમાં નવા મતદાર નોંધણીની કામગીરી ચાલુ હતી જે ગઇકાલે પુર્ણ થઇ હતી.

સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની મતદાર યાદીમાં ગઇકાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૧૧૦૮ર મતદારો નોંધાયો છે. જેમાં ઓફલાઇન પ્રક્રિયામાં ૧૮૪૦ અને ઓનલાઇન પ્રક્રિયામાં માત્ર ર૪ર મતદારો નોંધાયા છે. ઓનલાઇન પ્રક્રિયા મુદ્દે સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સામે અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદે મોરચો માંડીને બે વખત નિર્ણય ફેરવ્યો હતો. પરંતુ ઓફલાઇન પ્રક્રિયાની સામે ઓનલાઇન પ્રક્રિયાનું સુરસુરીયુ થયંુ હોય તેમ માત્ર ર૪ર મતદારોએ નોંધણી કરાવી હતી.

જાણકારોના જણાવ્યા મુજબ ઓનલાઇન પ્રક્રિયા સરળ ન હતી. ઓનલાઇન પ્રક્રિયામાં વારંવાર ખોરવાઇ જતી હોય અને ઓનલાઇન પ્રક્રિયાના દિવસો પણ ઓછા હોય જેથી મતદાર બનવા ઉત્સુક વિદ્યાર્થીઓએ ઓફલાઇન પ્રક્રિયા અનુસરી છે.સેનેટની મતદાર યાદીમાં આર્ટીકેટ વિદ્યાશાખામાં ૩૩, આર્ટસ ફેકલ્ટીમાં ૧૯૩૦, બીઝનેસ મેનેજમેન્ટમાં ૪૦૩, કોમર્સમાં ૧૮૭૮ , એજયુકેશન ફેકલ્ટીમાં રર૮૦, હોમ સાયન્સ ફેકલ્ટીમાં ૧૪ર, હોમીયોપેથી ફેકલ્ટીમાં પ૭૯, લો ફેકલ્ટીમાં ૯૯૭, મેડીસીન ફેકલ્ટીમાં ૩ર૪, પર્ફોમીંગ આટર્સ ફેકલ્ટીમાં ૭, ફાર્મસી ફેકલ્ટીમાં ૧૮ર, ગ્રામ વિદ્યાશાખામાં ૧પ૬ અને વિજ્ઞાન વિદ્યાશાખામાં ર૧૭૧ મતદારો નોંધાયા છે.

કોંગ્રેસ અગ્રણી અને સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાણકય તરીકે જાણીતા ડો.નિદત બારોટની અડીખમ શિક્ષણ વિદ્યાશાખામાં સૌથી વધુ રર૮૦ મતદારો નોંધાયા છે.

(3:47 pm IST)