Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ખાદ્યતેલોના સતત તૂટતા ભાવોઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ. ઘટયા

છેલ્લા ત્રણ દિ'માં સીંગતેલ અને કપાસીયા તેલમાં ડબ્બે ૬૦ રૂ. નીકળી ગયાઃ હજુ પણ ભાવો ઘટે તેવી વકી

રાજકોટ, તા., ૧: ખાદ્યતેલોમાં મંદીનો દોર યથાવત રહયો છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ.નો ઘટાડો થયો છે. 

સ્થાનીક બજારમાં સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવકો વધ્યાના અહેવાલે આજે પણ સીંગતેલના ભાવો તૂટયા હતા. સીંગતેલ લુઝ (૧૦ કી.ગ્રા)નો ભાવ ૧ર૮પ રૂ. હતા તે ૧૦ રૂ. ઘટીને ૧ર૭પ રૂ. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ રર૩૦ થી રર૭૦ રૂ. હતા તે ઘટીને રરર૦ થી રર૬૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂ.નો ઘટાડો થતા કપાસીયા તેલ લુઝના ભાવ ૧૧૪૦ રૂ. હતા તે ઘટીને ૧૧૩૦ રૂ. અને કપાસીયા ટીનના ભાવ ર૦પ૦ થી ર૦૮૦ રૂ. હતા તે ઘટીને ર૦૪૦ થી ર૦૭૦ રૂ. થયા હતા.

ખાદ્યતેલોમાં સતત મંદીને કારણે છેલ્લા ૩ દિવસમાં સીંગતેલ અને કપાસીયા તેલના ડબ્બે ૬૦ રૂ.નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ ભાવો ઘટે તેવી વકી છે તેમ વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

(3:48 pm IST)