Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા એડવોકેટ સંજય એચ. પંડિત એક વર્ષ માટે સસ્પેન્ડ

કમલેશ રામાણી-જયદેવસિંહ જાડેજાની ફરિયાદ સંદર્ભે થયેલ નિર્ણય

રાજકોટ તા. ૧ :.. ગેરશિસ્ત દાખવનાર ધારાશાસ્ત્રીઓ વિરૂધ્ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે લાલ આંખ કરી છે. જેમાં રાજકોટના એડવોકેટ સંજય પંડિતને વધુ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સ્ટેટરોલ પર નોંધાયેલ દરેક ધારાશાસ્ત્રીઓએ એડવોકેટસ એકટનું પાલન કરવા માટે કાયદેસર રીતે બંધાયેલા હોય છે અને જો કોઇપણ ધારાશાસ્ત્રી એડવોકેટસ એકટની કલમ ૩પ મુજબ વ્યવસાયિક ગેરવતર્ણુક કરે અથવા અન્ય ગેરવર્તણુક કરે તેવા ધારાશાસ્ત્રીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નિયત સમય માટે અને ગંભીર પ્રકારની ગેરવર્તણુંક હોય તો કાયમી પણ એડવોકેટ તરીકેની સનદ રદ કરતા હોય છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ગેરવર્તણુંક કરનાર ધારાશાસ્ત્રી વિરૂધ્ધ એડવોકેટ એકટની કલમ ૩પ હેઠળ કોઇપણ પ્રકારની ફરીયાદ આવેલ હોય તો તેવી ફરીયાદ પર ઊંડાણમાં ચર્ચા-વિચારણા કરી બન્ને પક્ષોને તક આપ્યા પછી કોઇપણ ધારાશાસ્ત્રી વિરૂધ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવી કે નહિ તેનો નિર્ણય લેવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ આવેલી આવી ફરીયાદો માટે શિસ્ત કમીટીઓ બનાવવામાં આવેલ જેમાં શિસ્ત કમીટી નં. ૧૬ દ્વારા ફરીયાદ અન્વયે પુરાવા લઇ ધારાશાસ્ત્રી સંજય પંડિતને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. આ અગાઉ પણ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.

વધુમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની કરણસિંહ બી. વાઘેલા, હિતેશ જે. પટેલ તથા શ્રી એસ. આર. પઠાણ નાઓની બનેલી શિસ્ત કમીટી નં. ૧૬-એ ફરીયાદી  જયદેવસિંહ એન. જાડેજા તેમજ કમલેશભાઇ વી. રામાણીનાઓ દ્વારા રાજકોટના એડવોકેટ સંજય એચ. પંડીત વિરૂધ્ધ નોંધાયેલી ફરીયાદ કરવામાં આવેલ જે ફરીયાદ શિસ્ત કમીટી નં. ૧૬ સમક્ષ ચાલી જતા સંજય એચ. પંડીત ને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેપ્ટર-ર ભાગ -૭ તેમજ એડવોકેટસ એકટ ૧૯૬૧ ની કલમ ૩પ (૩)(સી), અન્વયે એડવોકેટ તરીકે એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ છે. તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ઇન્ચાર્જ સેક્રેટરી પી. એમ. પરમારે બહાર પાડેલ યાદીમાં જણાવેલ છે.

(3:48 pm IST)