Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

રાજકોટમાં કાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની ઉપસ્થિતિ માં સાતમા તબક્કાનો સેવસેતુ :વોર્ડ નં 1,8,9,10, ના લોકો લાભ લઇ શકશે

રાજકોટ તા.1: રાજ્ય સરકારની તથા રાજકોટ મહાનગરપાલિકાની યોજનાઓ સંબધિત પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિધાનસભા-૬૯(વોર્ડ નં. ૧,૮,૯,૧૦)માં સાતમા તબક્કાના "સેવા સેતુ"નો શુભારંભ રાજ્યના માન. પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે તા. ૦૨/૧૨/૨૦૨૧ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકાનું ગ્રાઉન્ડ, અમીન માર્ગના છેડે, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે કરવામાં આવનાર છે. માન. મેયરશ્રી ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

 

(5:42 pm IST)