News of Wednesday, 30th November 2022
રાજકોટઃસ્ત્રી સશકિતકરણએ ભાજપની માત્ર ચૂંટણીલક્ષી વાત નથી. હંમેશા સમાજમાં, રાજનીતિમાં ભાજપે મહિલાઓને સન્માન આપ્યું છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ભાજપે બનાવ્યાં. આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિ બનાવ્યાં એવી રીતે સૌરાષ્ટ્રમાં પણ પાંચ મહિલા ઉમેદવારને તક આપી છે તેમાંના એક છે ડો. દર્શિતાબેન શાહ. શિક્ષિત છે, પક્ષને અને આરએસએસની વિચારધારાને સમર્પિત છે. પિતા,દાદા સંઘના સંસ્કારને, રાષ્ટ્રીયતાને વરેલા રહ્યા. દર્શિતાબહેને પણ ઉમદા કામ કોર્પોરેટર તરીકે, ડેપ્યુટી મેયર તરીકે કર્યું છે. આ વખતે તેઓ રાજકોટ પヘમિની પ્રતિષ્ઠિત બેઠકના ઉમેદવાર છે. જંગી બહુમતિથી તેમનો વિજય નિヘતિ છે. તેઓ જીતશે અને રાજકોટની વિકાસયાત્રાને વધારે આગળ લઈ જશે તે નકકી છે. તેમ યાદીમાં જણાવાયું છે.
કમલેશભાઈ મીરાણી અને રાજુભાઈ ધ્રુવના જણાવ્યા મુજબ રાજકોટ પヘમિની બેઠક ઉપર ભાજપે પક્ષે ડો. દર્શિતાબેન શાહની ઉમેદવાર તરીકે પસદગી કરી તે દિવસથી જ તેમની જીત નિヘતિ થઇ ગઇ છે. ભાજપે પ્રથમ વખત આ બેઠક પર કોઇ મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. આ બેઠક ભાજપની પરંપરાગત બેઠક માનવામાં આવે છે. કારણ કે બેઠક ઉપરથી હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌ પ્રથમ ધારાસભ્ય તરીકે ચૂટાયા હતા. આ સિવાય આ બેઠકનુ પ્રતિનિધિત્વ વજુભાઈ વાળા અને વિજયભાઈ રૂપાણી જેવા દિગ્ગજ નેતાઓ પણ કરી ચૂકયા છે.
પાછલા કેટલાક દિવસ દરમિયાન ડો. દર્શિતાબેન શાહે સમગ્ર વિસ્તારના કરેલા ઝંઝાવાતી પ્રવાસ દરમિયાન તેમને મહિલા મતદાતાઓ તરફથી જે પ્રતિક્રિયા મળી છે તે ઘણી પ્રોત્સાહક છે. ભારતીય જનતા પક્ષ પહેલેથી જ મહિલા સશકિતકરણમાં માને છે અને ડો. દર્શિતાબેન શાહને ટીકીટ આપીને આ બાબત પૂરવાર પણ કરી છે.
ડો.દર્શિતાબેન શાહ શિક્ષિત સમાજમાંથી આવે છે અને લોકોની સમસ્યાઓથી પૂરેપૂરા વાકેફ છે. ડો. દર્શિતાબેન શાહને ચૂંટીને વિધાનસભામાં મોકલવામા આવે તો તેઓ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકવા માટે સક્ષમ છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ હતું કે, ડો. દર્શિતાબેન શાહ એવા ફેમીલી બેકગ્રાઉન્ડમાંથી આવે છે કે તેમાના મોટાભાગના પરિવારજનોએ રાજ્યની અને રાષ્ટ્રની સેવા કરી છે. ડો. દર્શિતાબેન શાહ મહિલા તબીબ હોવાના કારણે તેઓ અનેક મહિલાઓના સંપર્કમા આવે છે અને તેમની નાની-મોટી સમસ્યાઓ જાણીને તેનો ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહે છે. આમ આ સમગ્ર વિસ્તારમા ડો. દર્શિતાબેન શાહની ઘણી લોકપ્રિયતા હોવાનું કમલેશભાઈ મીરાણી અને રાજુભાઈ ધ્રુવની યાદીના અંતમાં જણાવાયું છે.