Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

પૂર્વ વોર્ડ પ્રમુખ સહિત ભાજપના ૫૦ કાર્યકરો કોંગ્રેસમાં

રાજકોટઃ અહિં વોર્ડ નં.૧૪ કોંગ્રેસ પ્રમુખ બીજલભાઈ ચાવડીયા અને દીપેનભાઈ ભગદેવના પ્રયત્‍નો થકી ભાજપ પૂર્વ વોર્ડ પ્રમુખ અનીશભાઈ જોષી અને એમની ટીમને રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા અને હિતેશભાઈ વોરાએ રાજકોટ ૭૦ મધ્‍યસ્‍થ કાર્યાલય ખાતે કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

૭૦- વિધાનસભા મધ્‍યસ્‍થ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા અને હિતેશભાઈ વોરાએ ભાજપ વોર્ડ નં.૧૪ના પૂર્વ પ્રમુખ અનિશભાઈ જોષી, જીતેનભાઈ હિન્‍ડોચા, દિવ્‍યેશભાઈ જોષી, પરેશભાઈ ભટ્ટી, કમલેશભાઈ પાલા,  લખનભાઈ જાદવ, જય સીસાંગીયા, પંકજભાઈ સાજકા, વિનુભાઈ વડગામા, ભરતભાઈ જાદવ, નીતિનભાઈ મેહતા, અનિલભાઈ મિષાી, હેમુભાઈ અખીયાનીયા, અંકીતભાઈ મેહતા, અલ્‍પાબેન મેહતા, ભારતીબેન જોષી, ઉમેશભાઈ જાદવ, જીતુભાઈ જાદવ, ભરતભાઈ ખેરડીયા, અતુલભાઈ આચાર્ય, રાજુભાઈ ટાંક, વિજયભાઈ ટાંક, ધર્મેશભાઈ વડગામા, યશભાઈ જોષી, સ્‍મિતભાઈ જોષી, ધર્મેશભાઈ ભટ્ટ, હેમુભાઈ ગઢવી, આશુતોષ વ્‍યાસ, નીલકંઠ ત્રિવેદી, કેશુભાઈ ડાભી, રૂપેશભાઈ ચાવડા,  મીરાજભાઈ ચાવડા, બ્રિજેશભાઈ ચાવડા, અને અંકિત વ્‍યાસ સહિત ૫૦ કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી પ્રવેશ આપ્‍યો હતો. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:30 pm IST)