Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

મતદન કરી લોકશાહીનું પર્વ ઉજવવા સમીરભાઇ ખીરાની અપીલ

રાજકોટ,તા.૩૦ : હું સંકલ્‍પ કરૂં છું કે મારા બુથમાં સર્વપ્રથમ જઇ મતદાન કરીશ. મતદાન પર્વને ઉજવીયે, રાષ્‍ટ્ર નિર્માણમાં સહભાગી બનાવાનો અનેરો સુવર્ણ અવસર છે. જવાબદાર નાગરિક તરીકેની ફરજ બજાવીએ મતદાન કરીએ, લોકશાહીને મજબુત કરવા મતદાન કરવા સરકારી વકીલ સમીર ખીરાએ અપીલ કરલ છે. મતદાનના મતાધિકારના પવિત્ર હકકોનો મત આપી ઉપયોગ કરી લોકશાહીના આ યજ્ઞમાં યોગદાન આપી અને મતાધિકારનો ઉપયોગ કરીએ. રાષ્‍ટ્રના મહાન નિર્ણયમાં મતદાન કરી સહભાગી બનીએ મતદાન કરીએ, મતદાનની પૂણ્‍ય ફરજ દરેક નાગરિકે મતદાન કરી નિભાવવા જરૂરી છે દરેક મતદાતાએ મતદાન કરવું જરૂરી છે. દર વર્ષે ભારત દેશમાં જે   ઉત્‍સવો આવતા રહેશે તે જે પ્રકારે ઉજવવામાં આવે છે તે જ રીતે લોકશાહીનો ઉત્‍સવ મતદાન કરી ભવ્‍ય રીતે ઉજવીએ મતદાન કરીએ, આપણે સૌ પરિવાર, મિત્ર સર્કલ સહીત આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્‍ય માટે મતદાન કરીએ તેવી અપીલ જનતાને સમીર ખીરા સરકારી વકીલે કરી છે. 

(3:37 pm IST)