Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

લલુડી વોકડી વિસ્‍તારમાં પાણી ભરાવવાના આરોગ્‍યના મુખ્‍ય પ્રશ્નો કામો થયા જ નથી

હિતેષ વોરા દ્વારા વોર્ડ નં.૧૪માં જનસંપર્ક યાત્રા- પ્રચંડ સમર્થન

રાજકોટઃ ૭૦ વિધાનસભાના ઉમેદવાર શ્રી હિતેષ વોરા દ્વારા વોર્ડ નં.૧૪માં કેવડાવાડી, લલુડી વોકળી, વસુંધરા સોસાયટી વિસ્‍તાર સહિતના વિસ્‍તારમાં પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં ૭૦- વિધાનસભા ઉમેદવાર હિતેષભાઈ વોરાએ જણાવ્‍યું હતું પદયાત્રામાં મેં લોકોમાં કોંગ્રેસ પ્રત્‍યે લાગણી જોઈ- અનુભવી હતી. તેમજ લોકોના મુખ્‍ય પ્રશ્ન લલુડી વોકડી વિસ્‍તારમાં પાણી ભરાવવા, આરોગ્‍યના પ્રશ્નો, આ મત ક્ષેત્રમાં કોઈ વિકાસના કામો થયા નથી. ત્‍યારે આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે સ્‍થાનિક લોકોને બાહેધરી આપી હતી. તેમજ કોંગ્રેસના વચનોથી સ્‍થાનિક લોકોને વાકેફ કરાયા હતા. જેમકે ગુજરાતમાં ૫૦૦રૂા.માં રાંધણ ગેસનો બાટલો અપાશે. ૩૦૦૦ અંગ્રેજી માધ્‍યમની સરકારી શાળાઓ બનાવાશે. દીકરીઓ માટે કેજી થી પીજી સુધીની શિક્ષા સંપૂર્ણ મફત આપવામાં આવશે. કોરોના મૃતકના પરિવારજનોને ૪ લાખ રૂપિયા વળતર આપશે. લોકો- વેપારીઓ સાથેની મુલાકાત  દરમ્‍યાન પ્રશ્નો હતા કે જીએસટી વ્‍યવસ્‍થા લાગુ કરવામાં ભાજપ સરકાર નિષ્‍ફળ રહી છે. લોકો ભાજપની સરકાર તેની રીતી- નીતિ અને ભય ઉત્‍પન કરનારી શાસન વ્‍યવસ્‍થાથી ખરેખર તોબા પોકારી ગઈ છે. ત્‍યારે પ્રજા વિરોધી સરકારને ફેકી કોંગ્રેસ તરફ મતદાન કરી કોંગ્રેસ સરકાર બનાવવા અપીલ કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.

આ પદયાત્રામાં પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, જસવંતસિંહ ભટ્ટ અને વોર્ડ પ્રમુખ બીજલભાઈ ચાવડીયા, નાગજીભાઈ વિરાણી, દીપેનભાઈ ભગદેવ, અનિશભાઈ જોષી, સંજય લાખાની, કૃષ્‍ણદત રાવલ, ભાર્ગવભાઈ પઢીયાર, વી.ડી.પટેલ, મુકુંદભાઈ ટાંક, રોહિતભાઈ બોરીચા, રવિભાઈ ડાંગર, મયુરસિંહ પરમાર, ઘનશ્‍યામસિંહ જાડેજા, અહેશાનભાઈ ચૌહાણ, પરેશભાઈ સોરઠીયા, જયેશભાઈ કાકડિયા, કૌશિકભાઈ વોરા, હિરેનભાઈ ચાવડીયા, નાગજીભાઈ વિરડીયા, મીનાબેન જાદવ, સરલાબેન પાટડિયા, હિરલબેન રાઠોડ, જસુબેન વાંક, બીપીનભાઈ વોરા, યશભાઈ વોરા સહિતના તમામ આગેવાનો, કાર્યકરો ભાઈ- બહેનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા. તેમ પ્રવિણભાઈ મૈયડની યાદીના અંતમાં જણાવાયું છે.

(3:37 pm IST)