Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ચેકરિટર્ન કેસમાં આરોપીને કોર્ટમાં હાજર થવા સમન્‍સનો આદેશ

રાજકોટ,તા. ૩૦ : રાજકોટના ફરીયાદી વિવેકસિંહ રાઠોડે આરોપી કુરજીભાઇ નાથાભાઇ કણજારીયા વિરૂધ્‍ધ વચન વિશ્વાસ સાથે આપેલ ચેક બેંકમાંથી વગર વટાવાયે પરત ફરતા વટાવખત અધિનિયમની કલમ-૧૩૮ અન્‍વયે રાજકોટની કોર્ટમાં ફરીયાદ કરેલ જેમાં કોર્ટે આરોપી કે જે જૂનાગઢ રહેવાસી છે તેને હાજર થવાનું ફરમાન કરેલ છે.

વધુમાં જણાવવાનું કે ફરિયાદી વિવેકસિંહ તથા આરોપી કુરજીભાઇ વચ્‍ચે મિત્રતાના સંબંધો હતા જેથી આરોપીઓ ફરીયાદી પાસે હાથ ઉછીના રકમની માંગણી કરી અને કુલ રૂા. ૪,૦૦,૦૦ હાથ ઉછીના લીધેલ અને ફરીયાદને એવા વચન અને વિશ્વાસ આપેલ કે ભવિષ્‍યમાં જ્‍યારે પણ ફરીયાદીને પૈસા આપવાના થશે ત્‍યારે પોતે રકમ ચુકવી આપશે. ખાસા સમયબાદ ફરીયાદીએ પોતાની લેણી રકમ પરત માંગતા આરોપીએ રૂા. ૪,૦૦,૦૦૦ નો ચેક ઇસ્‍યુ કરેલ જે બેંકમાં ભરાતા ફરીયાદીના આヘર્ય વચ્‍ચે વગર વટાવાયે પરત ફરેલ જેથી આરોપીને નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં આરોપીએ રકમ ચુકવેલ નહીં જેથી ફરીયાદીએ હારી થાકીને પોતાની પરસેવાની કમાણીની લેણી રકમ પરત મેળવવા કોર્ટમાં કેસ કરેલ છે.

બનાવની વિગતને અને કાયદાની જોગવાઇઓને ધ્‍યાને લઇ તેમજ ફરિયાદીએ રજુ કરેલ અસલ દસ્‍તાવેજી પુરાવાઓને ધ્‍યાને લઇ આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવા માટે મેજીસ્‍ટ્રેટશ્રી વાય.બી. ગામીતે હુકમ ફરમાવેલ છે. ફરીયાદી વિવેકસિંહ બી. રાઠોડ વતી વકીલ તરીકે મહેશકુમાર એસ. જોષી રોકાયેલ છે.

(4:43 pm IST)