Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ભાજપ તરફી મતદાન માટે પોલીસ દ્વારા ધમકી

પોલીસ અધિકારીઓ જ ભાજપના ઉમેદવારને સાથે રાખીને ધમકાવે છે : ભાજપ ઉમેદવારે ભૂતકાળમાં મારા પર પણ હુમલો કરાવ્‍યો હતો -જસવંતસિંહ : ચૂંટણી પંચ જવાબદાર પોલીસ સામે તત્‍કાળ પગલા ભરે : કોંગ્રેસ : પ્રેસ કોન્‍ફરન્‍સમાં કોંગ્રેસ આક્રમકઃ ગુંડાગીરી કરતા પોલીસ અધિકારી સામે પગલા લો

કોંગ્રેસ દ્વારા યોજાયેલ પ્રેસ કોન્‍ફરન્‍સમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદી, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગભાઇ વસાવડા, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, મહેશ રાજપુત,  મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, ગોપાલભાઇ અનડકટ, મિતુલભાઇ દોંગા સહિતના આગેવાનોએ પત્રકારોને માહિતી આપી હતી. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ,તા. ૩૦: મતદાનના ગણતરીના કલાકો બાકી છે ત્‍યારે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને મતના ખેલનો પર્દાફાશ કર્યો છે. કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્‍યું હતું કે, રાજકોટમાં ભાજપના ઉમેદવારને સાથે રાખીને પોલીસ અધિકારીઓ ભાજપ તરફી મતદાન કરવા મતદારોને રીતસર ધમકીઓ આપે છે.

કોંગ્રેસના નેતાઓ પ્રદીપભાઇ ત્રિવેદી, હેમાંગ વસાવડા, મહેશભાઇ રાજપુત, જસવંતસિંહ ભટ્ટી વગેરેએ જણાવ્‍યું હતુ કે, હાર ભાળી ગયેલો ભાજપ રીતસર ગુંડાગીરી પર ઉતરી આવ્‍યો છે. આヘર્ય એ છે કે, પોલીસ અધિકારીઓ પણ મતદારોને ધાક-ધમકી આપવામાં ભાજપ સાથે રહે છે. આ અંગેનો વાયરલ થયેલો વીડિયો કોંગ્રેસે રજુ કર્યો હતો.

કોંગ્રેસ નેતા જસવંતસિંહ ભટ્ટીએ કહ્યું હતું કે, ભાજપના રાજકોટ-૬૮ના ઉમેદવારે તેમણે ભુતકાળમાં મારા પર હુમલો કરાવ્‍યો હતો. આ સ્‍થિતિમાં સામાન્‍ય માણસની દશા શી થતી હશે?

કોંગ્રેસ અગ્રણીઓએ એક અવાજે કહ્યું હતું કે, મતદારોને ધમકી આપનારા પોલીસ અધિકારીઓ સામે તત્‍કાળ પગલાં લેવા જરૂરી છે તટસ્‍થ અને ન્‍યાયી ચૂંટણી યોજવા સામે સવાલો સર્જાયા છે.

પત્રકાર પરિષદમાં રાજકોટ કોંગ્રેસના તમામ મોટા નેતાઓ સાથે રહીને સંદેશ આપ્‍યો હતો કે પક્ષમાં કોઇ જૂથવાદ નથી. રાજકોટમાં તમામ બેઠકો જીતવા કોંગ્રેસ ભરપૂર પ્રયત્‍નો કરે છે. આ પ્રયત્‍નોથી પરાજય ભાળી ગયેલો ભાજપ ગુંડાગીરી પર ઉતર્યો છે. તેવો સંદેશ કોંગ્રેસ દ્વારા અપાયો હતો.

 

કાયદો વ્‍યવસ્‍થાને ઘોળીને પી જનાર પ્રજાનું શું ભલુ કરશે : જશવંતસિંહ

રાજકોટ શહેરને શાંત અને સલામત શહેર ગણવામાં આવે છે પરંતુ શાસક પક્ષ ભાજપના શાસનમાં ગુંડાગીરી અને લુખ્‍ખાગીરી ખુબ ફૂલી ફાલી છે ત્‍યારે હવે તેમાં પણ પક્ષ માટે આમ તો જુના અને ગુંડાની છાપ ધરાવતા અને ધારાસભ્‍ય તરીકે -થમ વખત ઉમેદવારી નોંધાવનાર ઉદય કાનગડને પૂર્વ બેઠક પરથી ટિકિટ આપી ભાજપે ખુદ લોકોની સલામતી જોખમ્‍મા મૂકી દીધી છે એક સમયે કોંગી નેતાઓ ઉપર પણ જાહેરમાં હુમલો કરનારા કહેવાતા નેતા -જાનું શું ભલું કરશે તે મોટો -‘ ઉદભવ્‍યો છે.

રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી જસવંતસિંહ ભટ્ટીએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્‍યું હતું કે શિસ્‍ત અને સલામતીમાં માનનારી ભારતીય જનતા પાર્ટીમાં કહેવાતા ગુંડાઓ બેફામ બની ગયા છે તેમાં પણ પૂર્વ બેઠક પર ભાજપે પોતાની કરતુતોથી પંકાયેલા અને ગુંડાની એક તરફી છાપ ધરાવતા ઉદય કાનગડને ટિકિટ આપીને સૌથી મોટી ભૂલ કરી છે એક સમયે રેસકોર્સ રિંગ રોડ ઉપર ચૂંટણી ટાણે જ  મારી ઉપર સરાજાહેર જીવલેણ હુમલો કર્યો હતો મારકૂટના આ વરવા દ્રશ્‍યો સૌ મીડિયાએ પણ દેખાડ્‍યા હતા છતાં ભાજપે પોતાની સતાના જોરે આ ગુંડા ઉપર ઉની આંચ આવવા દીધી ન હતી અને પોલીસે અમારી એક વાત સાંભળી ન હતી ઉદયના આવા મારામારીના અને લુખ્‍ખાગીરીના અનેક કિસ્‍સાઓ છે

(3:51 pm IST)