Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ગુજસીટોક કેસમાં ગોંડલના નિખીલ દોંગા સહિત ૧૦ની જામીન અરજી રદ

ડીફોલ્ટ બેઇલની અરજી તહોમતનામુ ફરમાવ્યા બાદ રજુ થયેલ હોય ગુણાદોષનો લાભ મળી શકે નહિઃ સ્પે. સરકારી વકીલાતની દલીલો ધ્યાને લઇને રાજકોટની ખાસ અદાલતે જામીન અરજી ફગાવી દીધી

રાજકોટ તા. ૩૦ : ગોંડલના બહુચર્ચીત અને નામાકિત નિખીલ દોંગા અન તના સાગરીતો સામે નોંધાયલ ગુજસીટોક કાયદા હેઠળના કેસમા સહઆરોપીઓ પાર્થ યોગેશભાઇ જોષી, અક્ષય સુર્યકાંત દુધરેજીયા, નરેશ રાજુભાઇ સિંધવ કમલેશ રાજુભાઇ સિંધવ, નવઘણ વજુભાઇ શીયાળ, પિયુષ કોટડીયા, વિજય જાદવ, દર્શન ઉર્ફે ગોલુ, વિશાલ પાટકર અને દેવાગ જોષીએ જામનગરના ગુજસીટોક કેસમાં સુપ્રિમ કોર્ટે આપલ ચુકાદા ઉપર આધાર રાખી ડીફોલ્ટ બેઇલની અરજી કરેલ હતી જે રાજકોટની ખાસ અદાલતે ગુણદોષ રહીત હોવાનું ઠરાવી રદ કરેલ છે.આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, ગોંડલના નિખીલ દોંગા અને તેના સાગરીતો વિરૃધ્ધ બે વર્ષ પહેલા નોંધાયેલ ગુજસીટોક  કાયદા હેઠળના ગુન્હામાં ૧૪ આરોપીઓ જુદી જુદી જેલોમાં કેદી તરીક બધ છે. આ કેસમાં આશરે ૬ માસ પહેલા તમામ આરોપીઓ વિરૃધ્ધ ખાસ અદાલતે તહોમતનામું ફરમાવી દીધેલ છે અને નિખીલ દોંગા સામનો આ કેસ સરકારી સાહેદોના મૌખિક પુરાવા ઉપર ચાલી રહેલ છે. આ સમયે કુલ ૧૪ આરોપીઓ માહેથી ૮ આરોપીઓએ ખાસ અદાલતમાં ડીફોલ્ટ બેઇલની અરજીઓ રજુ કરી રજુઆતો કરેલ હતી. કે પોલીસ તપાસનો ૯૦ દિવસનો સમયગાળો વધારી આપવાનો હુકમ કરતા પહેલા ખાસ અદાલતે તેઓને રજૂઆત કરવાની તક આપેલ નથી.

આ રીતે સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ જયારે આરોપીઓને સમય મર્યાદા વધારવાનો હુકમ કરતા પહેલા રજૂઆત કરવાની તક આપવામાં આવેલ ન હોય તો આ પ્રકારનો હુકમ ગેરકાનુની કહેવાય. આ પ્રકારે સમય વધારાનો હુકમ જયારે ગેરકાનુની ગણવામા આવતો હોય ત્યારે પ્રોસીકયુશન તરફે ૯૦ દિવસમાં ચાર્જશીટ રજૂ થયેલ ન હોવાથી આરોપીઓને ડીફોલ્ટ બેઇલનો લાભ મળવો જોઇએ. આ ઉપરાંત તેઓએ રજૂઆત કરેલ હતી કે, નામ, ઓરીસ્સા હાઇકોર્ટના ચૂકાદામાં જણાવ્યા પ્રમાણે ડીફોલ્ટ બેઇલનો હકક આરોપીઓ દ્વારા 'વેઇવ' (જતો  કરવો) થયેલ ન હોય ત્યારે તેઓ કોઇપણ તબકકે ડીફોલ્ટ બેઇલની અરજી રજૂ કરવા હકકદાર છે.

શ્રી સરકાર તરફે સ્પે. પી. પી. સંજયભાઇ કે. વોરાએ રજૂઆત કરતા જણાવેલ હતું કે, કાયદાના પ્રબધો મુજબ પોલીસ તપાસ પુર્ણ થયે ચાર્જશીટ રજૂ થતા પહેલા ડીફોલ્ટ બેઇલની અરજી રજૂ થવી જરૃરી છે. હાલના કિસ્સામાં ડીફોલ્ટ બેઇલની કોઇ અરજી ચાર્જશીટ રજૂ થતા પહેલા મુકવામાં આવેલ નથી તેમજ આ કેસમાં આરોપીઓ વિરૃધ્ધ તહોમતનામુ ફરમાવવામાં આવેલ ત્યારે તેઓના વાંધાઓ નામ. ખાસ અદાલતે સાંભળેલા હતા તે સમયે પણ કોઇ આરોપીએ ડીફોલ્ટ બેઇલના અધિકારીની વાત કરેલ નથી. આ ઉપરાંત જે ચૂકાદાઓ ઉપર આરોપીઓ વતી રજૂઆતો કરવામાં આવેલ છે તે ઓરીસ્સા હાઇકોર્ટના ચુકાદામાં રેગ્યુલર જામીનની અરજીની સુનાવણી થઇ રહી હતી તે સમયે આરોપીઓ તરફે તેઓ વિરૃધ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ રજૂ થયેલ નથી તેથી તેઓને ડીફોલ્ટ બેઇલ મળવા જોઇએ તેમ રજૂઆત કરવામાં આવેલ હતી.

આ સંજોગોમા નામ. ઓરીસ્સા હાઇકોર્ટે ઠરાવેલ હતુ કે જયારે રેગ્યુલર બેઇલની અરજીની સુનાવણી ચાલુ હોય તે સમયે ડીફોલ્ટ બેઇલનો હકક ઉત્પન્ન થાય તો આરોપીને ડીફોલ્ટ બેઇલ માટે અલગથી અરજી કરવાની જરૃરીયાત રહેતી નથી. ડીફોલ્ટ બેઇલના હકકની રજૂઆત રેગ્યુલર જામીન અરજીની સુનાવણી વખતે પણ કરી શકાય છે.

હાલના કિસ્સામાં આરોપીઓએ ચાર્જશીટ રજૂ થતા પહેલા કે તહોમતનામુ  ફરમાવવામાં આવ્યુ ત્યારે કોઇપણ તબકકે તેઓએ ડીફોલ્ટ બેઇલના હકકનો ઉલ્લેખ કરેલ નથી. આ રીતે આરોપીઓને ડીફોલ્ટ બેઇલનો કોઇ હકક મળેલ ન હોવા છતાં અન્ય કેસોના જુદા પ્રકારના સંજોગો ઉપર આધાર રાખી ડીફોલ્ટ બેઇલની અરજી રજૂ કરવા હકક રહેતો નથી. શ્રી સરકાર તરફેની આ રજૂઆતોને ધ્યાનમાં લઇ ખાસ અદાલતે ગોંડલના ગુજસીટોક કેસના ૧૦ આરોપીઓની ડીફોલ્ટ બેઇલની અરજી નામંજૂર કરેલ છે.

આ કેસમાં શ્રી સરકાર તરફે સ્પે. પી. પી. સંજયભાઇ કે. વોરા રોકાયેલ છે.

(3:51 pm IST)