Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

રાજકોટ શહેરની ચારેય બેઠકો પર અંતિમ ઘડીની રસાકસી

રાજકોટ પુર્વમાં રાહુલ ભુવાએ છેલ્લી ઘડીએ કર્યો વિદ્યુત વેગી પ્રચારઃ ભાજપ-કોંગ્રેસે રાતભર કર્યા પ્રયાસો : કોંગ્રેસ-ભાજપ અને આપમાં હરીફો કરતા પક્ષના અસંતુષ્‍ટો જ છાનાખૂણે થઇ રહયા છે વેરી

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટની ચારેય બેઠકો પર ત્રણેય પક્ષોમાં એક વાતમાં સમાનતા છે કે બારેય મુખ્‍ય ઉમેદવારો જીતી જવાના દાવા કરી રહ્યા છે. સૌથી જબરી ફાઇટ પૂર્વમાં જામી છે. આપના રાહુલ ભૂવાએ છેલ્લી ઘડીએ મુસ્‍લીમ અને દલીતો મતો ઉપર ધ્‍યાન કેન્‍દ્રીત કરતા જબરો ત્રિપાંખીયો  જામ્‍યો છે. જો કે મુખ્‍ય સ્‍પર્ધા ઉદય કાનગડ અને ઇન્‍દ્રનીલ રાજયગુરૂ વચ્‍ચે જામી છે. રાજકોટ પヘમિ, દક્ષિણ અને ગ્રામ્‍ય બેઠક પર પણ ભાજપ-કોંગ્રેસ અને આપે છેલ્લા દિવસો દરમ્‍યાન એડીચોટીનું જોર લગાવ્‍યું છે.

સૌરાષ્‍ટ્રભરના રાજકીય જાણકારોની નજર જે બેઠકો પર છે તે માટેની એક એવી રાજકોટ પૂર્વ બેઠક પર છેલ્લા અઠવાડીયા દરમ્‍યાન ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જોરદાર પ્રચાર ઝૂંબેશ આદરી છે.

ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી સત્તા પર રહેલ ભાજપ ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો સર કરવાનો દાવો કરી રહી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આવવાથી મતોનું વિભાજન થશે. 

રાજકોટ પヘમિ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્‍યારે અત્‍યાર સુધીમાં આ બેઠક પરથી બે મુખ્‍યપ્રધાન પણ ચૂંટાયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી  માં આ વખતે ભાજપ દ્વારા ડોક્‍ટર દર્શિતા શાહને  ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા મનસુખ કાલરીયાને  આ બેઠક પરથી ટિકિટ અપાઇ છે અને આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પરથી દિનેશ જોશી ને ટિકિટ આપવામાં આવી છે. એવામાં પ્રથમ વખત એવું બન્‍યું છે કે ભાજપ દ્વારા સેકન્‍ડ કેડરના લીડરને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવતાં બિગ ફાઇટ સીટ બની છે. ત્‍યારે વર્ષ ૨૦૨૨ના ચૂંટણીમાં આ બેઠક પર પણ ખરાખરીનો ખેલ જોવા મળી શકે છે.

ભાજપે ઉદ્યોગપતિ રમેશ ટીલાળાને મેદાન ઉતાર્યા છે. રાજકોટ દક્ષિણ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે. દક્ષિણ બેઠકમાં ભાજપના ઉમેદવાર રમેશ ટિલાળા, કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયા વચ્‍ચે જંગ છે..

રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્‍ય અને વર્તમાન કોર્પોરેટર ભાનુબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવી છે. જયારે કોંગ્રેસ દ્વારા સુરેશ બથવારને આ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. એવામાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટર એવા વશરામ સાગઠીયાને ટિકિટ આપવામાં આવી છે.

પ્રચાર માટે આજે અંતિમ દિવસ છે અને રાજકોટની ચારેય બેઠક પર ગત રાતે મોડી રાત્રે પણ ચારેયના મુખ્‍ય કાર્યાલયો રાતના અઢી વાગ્‍યા સુધી ધમધમતા જોવા મળ્‍યા હતાં.

રાજકોટ પૂર્વ બેઠક પર છેલ્લા ત્રણ દિવસથી જોરદાર ખનખનીયાના ખેલ થઇ રહ્યા છે. ઉદય કાનગડને જીતાડવા ભાજપ આગેવાનોએ છેલ્લા ચાર દિવસ દરમ્‍યાન તમામ જ્ઞાતિવાઇઝ સંમેલનો અને સ્‍નેહ મિલનો ગોઠવાયા હતાં. છેલ્લા ચાર દિવસ દરમ્‍યાન ભાજપે મેદાન મારવા જેવુ વાતાવરણ ઉભુ કર્યાનું મનાય છે.

બીજી તરફ કોંગ્રેસના ઇન્‍દ્રનીલ રાજયગુરૂએ પણ તેની આગવી પ્રચાર કાર્ય પધ્‍ધતિ મુજબ ચૂંટણી પ્રચાર વ્‍યવસ્‍થાઓ ગોઠવ્‍યાના વાવડ મળે છે.

ત્રણેય મુખ્‍ય પક્ષમાં એક માત્ર આપ ના ઉમેદવાર લેઉવા પાટીદાર છે ત્‍યારે પ્રારંભ માત્ર રણછોડનગર આજુબાજુમાં પ્રચાર કરનાર રાહુલ ભૂવા મુસ્‍લીમ અને દલીત મતો અંતે કરવા છેલ્લા ત્રણેક દિવસથી વોર્ડ નં. ૧પ-૧૬ ઉપર વધારે ધ્‍યાન  આપવા લાગ્‍યાના વાવડ છે.

એવી ચર્ચા છે કે જો લઘુમતિ અને દલીત મતોમાં જો ભુવા ભાગ પવડાએ તો પૂર્વ બેઠકમાં અણધાર્યુ પરીણામ પણ લાવી શકે પરંતુ હાલનો પ્રચાર અને ગોઠવણને ધ્‍યાને લઇએ તો જીતના મતો મેળવવામાં આપ પાર્ટી ઉણી ઉતરી હોવાનું અને જીતની બાજી હારી જાય તેમ રાજકીય નિરીક્ષકો મળી રહ્યા છે.

દક્ષિણ બેઠકમાં રમેશ ટીલાળા તમામ પ્રકારે સમક્ષ ઉમેદવાર સાબીત થવા તરફ આગળ વધી રહ્યા છે. તો પヘમિ બેઠકાં કાલરીયાને લેઉવા પાટીદાર ત્‍થા કડવા પાટીદાર મતો વધુ પ્રમાણમાં મળે તો ભારે ટકકર થઇ શકે તેમ છે.

રાજકોટ ગ્રામ્‍યમાં આપ અને કોંગ્રેસે પણ એડી ચોટીનું જોર લગાવ્‍યુ છે અહીયા પણ જબરો ત્રિપાંખીયો જામ્‍યો છે. પરીણામે ચોંકાવનારૂ  પરીણામ હોઇ શકે.

 

 

(4:25 pm IST)