Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

કાલે સ્‍વામિ જીનસ્‍વરૂપ સરસ્‍વતીજી (આર.જે.આહયા)નો ૭૮મો જન્‍મદિવસે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરે જન્‍મોત્‍સવ ધ્‍યાનોત્‍સવ

રાજકોટઃ ઓશોના સુત્ર ઉત્‍સવ આમાર જીતી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્‍યાન શિબિરો, ઓશો સાહિત્‍ય પ્રદર્શનો, ઓશો સન્‍યાસ ઉત્‍સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્‍સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટમાં છેલ્‍લા ૩૭ વર્ષોથી ૨૪ કલાક ઓશો કાર્યોથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાનમંદિરે અવાર-નવાર આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્‍વામિ સત્‍યપ્રકાશ કરી રહયા છે.

તા.૧ ડિસેમ્‍બરને ગુરૂવારના રોજ રાજકોટના જુના ઓશો સન્‍યાસી સ્‍વામિ જીનસ્‍વરૂપ સરસ્‍વતીજીનો (આર.જે.આહયા)૭૮મો જન્‍મદિવસ નિમિતે ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિરે સાંજના ૬.૩૦થી ૮ દરમ્‍યાન જન્‍મોત્‍સવ-ધ્‍યાનોત્‍સવનું કાર્યક્રમનું આયોજન સ્‍વામિ સત્‍યપ્રકાશ દ્વારા કરવામાં આવ્‍યુ છે. કાર્યક્રમ દરમ્‍યાન સ્‍વામીના દીધાર્યુ માટે દિપ પ્રાગટય કરી ગુરૂવંદના સાથે સત ગુરૂ પ્રણામ કિર્તન સાથે ઓશો સન્‍યાસીપ્રેમી મિત્રો તેમજ તેમનો બહોળો પરિવાર તેઓને આજ મુબારક, કાલ મુબારક, દરિયા જેટલું જન્‍મદિવસ સાથે હેપી બર્થડેનું સ્‍વામિ જીનસ્‍વરૂપ સરસ્‍વતીજીને અભિનંદનની વર્ષા કરશે. બાદમાં પ્રસાદની વ્‍યવસ્‍થા કરેલ છે.

સ્‍વામિ જીનસ્‍વરૂપ સરસ્‍વતીજી (આર.જે.આહયા): સ્‍વામિ જીનસ્‍વરૂપ સરસ્‍વતીજી(આર.જે.આહયા) એ ઓશો પાસેજ સન્‍યાસ દિક્ષા લીધેલ છે. ઓશોએ તેમને શકિતપાત્ર પણ કરેલ છે. સ્‍વામિ જીનસ્‍વરૂપ સરસ્‍વતીજી ધ્‍યાનની ગહનધારામાં ઉંડાણ ધરાવે છે. અને સાધકોને માર્ગદર્શન પુરુ પાડે છે તેઓશ્રીએ ૧થી ૩ દિવસીય ઓશો ધ્‍યાન શિબિરોનું સંચાલન કરેલ છે. તેઓશ્રી જીલ્‍લા પંચાયતના નિવૃતિ કર્મચારી છે. ઇશ્વરીયા પાર્ક ખાતેથી મેનેજરપદેથી સ્‍વૈચ્‍છીક નિવૃતિ લીધેલ છે. હાલમાં તેઓ ઓશોના પ્રસાર -પ્રચાર કાર્યમાં જોડાયેલા છે. તેઓશ્રી બહોળો મીત્રવર્ગ ધરાવે છે. મો. ૯૪૨૮૨ ૦૨૨૫૫, ૮૩૨૦૨ ૮૪૧૦૫

સ્‍થળઃ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી, ડીમાર્ટ પાછળ રાજકોટ વિશેષ માહિતી માટેઃ સ્‍વામિ સત્‍યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડઃ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(4:30 pm IST)