Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ભરોસો શેનો? પૂલ તૂટયો : ૧૩૫ જીવ ગયા તેનો? : ઈન્‍દ્રનીલ રાજયગુરૂ

કોરોનામાં ઓકિસજન માટે લાઈનમાં ઉભા રખાવ્‍યા અને મૃતદેહ રઝળાવ્‍યા શું તેનો ભરોસો કરવો? કોંગી ઉમેદવાર આકરા પાણીએ

રાજકોટ : પ્રજાને મૂર્ખ બનાવી સત્તા મેળવવા પ્રજાના પૈસે તાગડધીના કરવાની ભાજપની આ તાનાશાહી લોકો હવે સારી રીતે સમજી ગયા છે ‘ભરોસાની ભાજપ૩ સ્‍લોગન સાથે આગળ વધતી આ ભજપને લોકો પ્રશ્નો પૂછે છે કે ભરોસો શેનો ૧૩૫ નિર્દોષના મોત થયાં તેનો? કોરોનામા ઓક્‍સિજન માટે લાઈનમાં ઉભા રખાવ્‍યા, હોસ્‍પીટલના વાંકે અનેક લોકોના મોત થયાં બાદ મળતદેહો રઝળાવ્‍યા તેનો ભરોસા ?ે હવે લોકો ભરોસાની ભરમારથી બહાર નીકળવા માંગે છે તેમ શ્રી ઈન્‍દ્રનીલ રાજયગુરૂએ જણાવ્‍યુ છે.

તેમના કહેવા પ્રમાણે કાળુ ધન પાછુ આવ્‍યુ નહીં! મોંઘવારીએ રસોડા સુધી માજા મુકી!, બેરોજગારીએ આટો લઇ લીધો!, ગેસ-પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળે છે!, કોરોના કાળમાં ભાજપના નેતા-આગેવાનો ગોત્‍યા જડતા ન હતા!, લઠ્ઠાકાંડ-મોરબી ઝૂલતા પુલની ઘટનામાં મગરમચ્‍છ આબાદ છે! આ બધુ ભૂલીને ભાજપને કેમ મત આપવો? ચોરે અને ચોકે ચર્ચાતા આ સવાલો પૂછાઈ રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. વર્તમાન શાસકપક્ષે રાષ્‍ટ્રીય નેતાઓનો ખડકલો ગુજરાતમાં કરી દીધો છે અને આ વખતે ભાજપ તરફથી એકવખત ભરોસાની જ સરકાર એવુ કેમ્‍પિયન ચલાવ્‍યુ છે ત્‍યારે ગુજરાતની જનતાના દિલ અને દિમાગમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે ભાજપ ઉપર કેમ ભરોસો મુકવો? મોંઘવારી ઘટાડવાનું વચન પાળ્‍યુ નહી, બરોજગારોને નોકરી આપવાની મધલાળ ઓગળી ગઇ, પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે, કોરોના કાળમાં અનેક સ્‍વજનો ગુમાવ્‍યા અને એ વખતે ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ ગોત્‍યા જડતા ન હતા, ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેંચાય છે અને આ કારોબારમાં થનારી બે નંબરી આવકથી સરકારની તિજોરી ભરાય છે એવા પણ આક્ષેપો છે. આ બધુ ભુલીને ભાજપને કેમ ભરોસોની સરકાર કહેવાય? આવા સવાલો ઉઠી રહ્યાનું રાજકોટ રાજકોટ ૬૮ના ઉમેદવાર શ્રી ઈન્‍દ્રનીલભાઈ રાજયગુરૂ જણાવે છે.

ઈન્‍દ્રનીલભાઈ કહે છે કે, ઇ.વી.એમ.માં સ્‍વીચ દબાવતા પહેલા આ યાદ રાખજો.

ભરોસો રાખ્‍યો એટલે ગેસના બાટલાના રૂપિયા ૧૧૦૦ થયા, ભરોસો રાખ્‍યો એટલે પેટ્રોલનો ભાવ ૧૧૦ થયો, ભરોસો રાખ્‍યો એટલે મોરબી ઝૂલતા પુલમાં ૧૩૫ લોકોની હત્‍યા કરનાર આબાદ ફરે છે,  ભરોસો રાખ્‍યો એટલે તેલના ડબ્‍બાના ૩૦૦૦ થયા, ભરોસો રાખ્‍યો એટલે ડિઝલના ભાવ ૧૦૦ થયા, ભરોસો રાખ્‍યો એટલે સ્‍કુલમાં ઉઘાડી લૂંટના પરવાના આપી દીધા, ભરોસો રાખ્‍યો એટલે દલિતો પર થઇ રહ્યા છે અત્‍યાચાર, ભરોસો રાખ્‍યો એટલે કઠોળના ભાવ ૧૦૦ થઇ ગયા, ભરોસો રાખ્‍યો એટલે પુલવામાની ઘટનાની તપાસ ન થઇ, ભરોસો રાખ્‍યો એટલે મુદ્રા અદાણી પોર્ટથી પકડાતા ડ્રગ્‍સનું નેટવર્ક ખુલતુ નથી, ભરોસો રાખ્‍યો એટલે જ પંજાબમાં ૭૦૦ કિસાનોના મોત થયા.

 વિકાસ અને હિન્‍દુત્‍વના નામે ચૂંટણી લડતવા નીકળેલી ભાજપને આ વખતે મોંઘવારી સહિતના મુદ્દે મતદારો ધુળ ચાટતુ કરી દે તેવી હાલત છે. મતદારો શાણા છે, સમજુ છે, હવે ખોટા વચનોમાં ભેરવાઇ જાય તેમ નથી તેમ ઈન્‍દ્રનીલભાઈ કહે છે.

(4:23 pm IST)