Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

લાઠી આહીર સમાજની વાડી ખાતે વિરજીભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ

રાજકોટ તા.૩૦ :લાઠી વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ના સમર્થનમ દરેક સમાજ અને વર્ગના લોકો તેમજ અગ્રણીઓ આવી રહ્યા છે.ત્યારે લાઠી આહીર સમાજની વાડી ખાતે એક મહત્વની બેઠક મળી હતી. જેમાં આહિર સમાજના અગ્રણી અને યુવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો સહિત ઉપસ્થિત રહી લાઠી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર તરફી મતદાન કરવા અપીલ કરી જંગી બહુમતીથી વિજેતા બનાવવા પૂરતું સમર્થન આપ્યું હતું.

(7:34 pm IST)