Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટ જિલ્‍લાની જવાબદારી ગાંધીનગર દ્વારા એટીએસ વડા અમિત વિશ્વકર્માને સુપ્રત..

ગોંડલ અને રીબડા જૂથ દ્વારા ચૂંટણીમાં ૧૦૦ ટકા શાંતિ રહેશે તેવી ખાત્રી ઉચ્‍ચારી : ગોંડલમાં ફરજ બજાવનારા અનુભવી અધિકારીઓ અને સ્‍ટાફ સાથે અર્ધ લશ્‍કરી દળ તમામ બુથ પર અશોકકુમાર યાદવ દ્વારા ફાળવી દેવાયા... : ૫ જીલ્લાઓમાં એસ.એસ.ટી.ની ૧૪૪ ટીમો તૈનાત કરી છે, ગોંડલમાં રૂરલ એલસીબી, એસ.ઓ.જી.સતત પેટ્રોલિંગ કરી રહી છે. લોકો કોઇ ભય ન રાખે, ખોટી અફવાથી દૂર રહે, નિર્ભીક રીતે મોટા પ્રમાણમાં મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવા ઉતર સૌરાષ્‍ટ્ર વડા અશોકકુમાર યાદવની અકિલાના માધ્‍યમથી અપીલ

રાજકોટ,તા.૩૦:  રાજકોટ જિલ્લામાં ગોંડલમાં રીબડા અને ગોંડલ જૂથ વચ્‍ચે સર્જાયેલ પરિસ્‍થિતિ તથા અન્‍ય બાબતો ધ્‍યાને રાખી રાજકોટ જિલ્લા અને ગોંડલમાં ફરજ બજાવી ગયેલ અધિકારીઓ અને ફરજ પર ચાલુ તથા નિવૃત પોલિસ સ્‍ટાફ સાથે રાજકોટ રેન્‍જ આઇજી દ્વારા તેમના અનુભવો જાણી, ચર્ચા બાદ જે સુર નીકળ્‍યો એ આધારે ફુલ પ્રુફ બંદોબસ્‍ત ગોઠવવા સાથે બન્ને જૂથો પાસેથી શાંતિની ખાત્રી મેળવ્‍યાનું સુત્રો જણાવે છે.

દરમ્‍યાન સૂત્રોમાંથી સાપડતા નિર્દેશ  મુજબ ગોંડલમાં પરિસ્‍થિતિ એ જે વણાંક લીધો તેને કારણે ગાંધીનગર કોઇ જોખમ લેવા માગતુ ન્‍હોય અને રાજકોટ રેન્‍જ વડા જે જેમની પાસે આખા ઊતર સૌરાષ્‍ટ્રની જવાબદારી છે તે બાબત ધ્‍યાને રાખી  એ.ટી.એસ વડા અમિત વિશ્વકર્માને રાજકોટ રૂરલમાં મૂકયા છે, ઉકત બાબત પોલીસના ઉચ્‍ચ સૂત્રોનો સંપર્ક કરતા તેઓએ અકિલા સાથેની વાતચીતમાં માત્ર રાજકોટ ગ્રામ્‍યમાં જ આવી વ્‍યવસ્‍થા નથી કરવામાં આવી પરંતુ અન્‍ય રેન્‍જ જિલ્લામાં આવી વ્‍યવસ્‍થાના ભાગરૂપે ૬ સિનિયર આઇપીએસ અધિકારીઓ મૂકયા છે.

અશોકકુમાર યાદવ દ્વારા ગોંડલમાં ભૂતકાળમાં ફરજ બજાવી ગયેલા વિવિધ સ્‍થળે હાલ ફરજ બજાવતા પોલીસના નાના મોટા સ્‍ટાફને ગોંડલ અને રીબડા વિસ્‍તારના ગામોની જવાબદારી સુપ્રત કરવા ખાસ રણ નીતિ તૈયાર કરવામાં આવી છે.

દરમ્‍યાન અકિલા સાથેની વાતચીતમાં અશોકકુમાર યાદવે જણાવેલ કે માત્ર રાજકોટ જિલ્લામાં જ નહિ અમોએ રાજકોટ રેન્‍જ હેઠળના તમામ ગામોની સુરેન્‍દ્રનગર એસપીના કાર્યકાળ દરમ્‍યાનની પરસ્‍થિતિનો જે અભ્‍યાસ કરેલ તેમાં કેટલા ફેરફાર છે તે બધી બાબતોનો મારા ખૂબ વિશ્વાસુ અને અનુભવી પાસેથી મે ચાર્જ લેતા સાથે સમીક્ષા કરી તે આધારે રણનીતિ બનાવી  જે વ્‍યવસ્‍થા ગોઠવી છે તે આ મુજબ છે.

એફ.એસ.ટી. તથા એસ.એસ.ટી. ટીમોની વિગતઃ

રાજકોટ રેન્‍જ હસ્‍તકના પાંચ જિલ્લાઓમાં એસ.એસ.ટી.ની કુલ ૧૪૪ ટીમો કાર્યરત છે જેમા કુલ-૫૦૬ પોલીસ કર્મચારીઓ તથા C.P.M.F.-H.S.- ૧૬૭ ફરજ બજાવે છે. તેમજ એફ.એસ.ટી.ની કુલ-૧૩૪ ટીમો બનાવવામાં આવેલ છે. જેમા કુલ- ૩૭૮ પોલીસ કર્મચારીઓ તથા C.P.M.F.-H.S.- ૧૫૫ ફરજ બજાવે છે. તેઓ રાઉન્‍ડ ધ ક્‍લોક ચુંટણીલક્ષી કામગીરી કરી રહેલ છે. એફ.એસ.ટી.ની તમામ ટીમો ટોલ ફ્રી ટેલીફોન નંબર તેમજ પોલીસ કન્‍ટ્રોલ રૂમ ખાતે મળેલી ફરીયાદો ઉપર તાત્‍કાલીક કાયદેસરની કાર્યવાહી કરશે તથા એસ.એસ.ટી.ની તમામ ટીમો દ્વારા મોટી રકમની હેરફેર રોકવા સારૂ રાઉન્‍ડ ધ ક્‍લોક કાર્યરત રહેશે.

પોલીસ સેકટર મોબાઇલ તથા સેકટર મેજીસ્‍ટ્રેટ મોબાઇલ બંદોબસ્‍તની વિગતઃ  રાજકોટ રેન્‍જ હસ્‍તકના પાંચ જિલ્લાઓમાં પોલીસ સેકટર મોબાઇલની કુલ-૫૦૦ ટીમો જેમાં કુલ- ૧૦૦૦ પોલીસ કર્મચારીઓ તથા ૫૦૦ હોમગાર્ડ સભ્‍યો   ફરજ બજાવશે. તેમજ સેકટર મેજીસ્‍ટ્રેટ મોબાઇલની કુલ- ૬૧૪ ટીમો જેમાં કુલ- ૬૧૪ પોલીસ કર્મચારીઓ તથા ૬૧૪ હોમગાર્ડ સભ્‍યો ફરજ બજાવશે. તેઓ ચુંટણીના એક દિવસ અગાઉથી મતદાન  પુર્ણ થાય ત્‍યા સુધી રાઉન્‍ડ ધ ક્‍લોક ચુંટણીલક્ષી કામગીરી કરશે.

પેરામીલેટ્રી ફોર્સની વિગતઃ વિધાનસભા ચુંટણી-૨૦૨૨ માટે રાજકોટ રેન્‍જ હસ્‍તકના પાંચ જિલ્લાઓમાં B.S.F. -૨૬ કંપનીઓ, C.R.P.F. - ૨૭ કંપનીઓ, S.S.B. -૧૦ કંપનીઓ, C.I.S.F.-૧૧ કંપનીઓ, R.P.F.-૦૧ કંપની, I.T.B.P. -૧૨ કંપનીઓ તેમજ છત્તીસગઢની ૧૦-કંપનીઓ, મધ્‍યપ્રદેશની  ૧૦-કંપનીઓ, બીહારની ૧૦-કંપનીઓ તેમજ નાગાલેન્‍ડની ૦૮-કંપનીઓ મળી કુલ -૧૨૫  કંપનીઓની ફાળવણી કરી દેવામાં આવેલ છે.

(3:32 pm IST)