Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ઍક તરફ મતવર્ષા, બીજી તરફ ભૂપત બોદર માટે જન્મદિનની શુભેચ્છા વર્ષા

રાજકોટ : જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરનો આજે ૧ ડિસેમ્‍બરના જન્‍મદિવસ છે. ત્‍યારે ઠેર-ઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે. ત્‍યારે સત્તાને સેવાનું માધ્‍યમ માનનારા બોદર એ હંમેશા સમાજ તરફની જે કંઇ મળ્‍યુ છે તેની એક અંશ સમાજને સપ્રેમ-સાદર પરત કરવાની ભાવના દાખવેલ છે. તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. ખેતીના વ્‍યવસાયમાં પ્રવૃત અને વેપાર સાથે જોડાયેલા ભૂપતભાઇ બોદર યુવા વયની જ ભારતીય જનતા પાર્ટીની રાષ્‍ટ્રવાદની વિચારધારાથી પ્રેરાઇ અને જવાબદારીનું વહન કરતા આવ્‍યા છે.

૨૦૦૫માં તેઓ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૮માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. તેમજ રાજકોટ શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળેલ અને વોર્ડ પ્રભારી, રાજકોટ તાલુકા ભાજપે પ્રભારી અને એસ.ટી. બોર્ડ સલાહકાર સમિતિના સભ્‍ય તરીકે પણ રહી ચૂકયા છે.શ્રીમતી દુધીબેન જશમતભાઇ બોદર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહ્યા છે.

ફોન નં. ૦૨૮૧ ૨૪૪૪૪૨૬

મો. ૯૮૨૫૦ ૪૬૭૫૯ રાજકોટ

(10:53 am IST)