Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સિનીયર સિટીઝનને મતદાન મથક સુધી પહોંચાડી પોલીસે બજાવી બેવડી ફરજ

રાજકોટઃ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હોઇ સવારથી જ મતદારોમાં ઉત્‍સાહ દેખાયો હતો. ગાંધીગ્રામ વિસ્‍તારના ધરમનગરમાં ધરતી સ્‍કૂલ ખાતેના મતદાન મથક પર એક સિનીયર સિટીઝન વૃધ્‍ધા મતદાન માટે પહોંચ્‍યા હતાં. તેમનો હાથ પકડીને ફરજ પરના યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્‍સ. યુવરાજસિંહ ઝાલાએ મતદાન મથક સુધી પહોંચાડી બેવડી ફરજ બજાવી હતી. મતદાન મથક ખાતે કાયદો વ્‍યવસ્‍થા જાળવવાની ફરજ બજાવવાની સાથે સાથે પોલીસ પ્રજાનો મિત્ર...એ મુજબ વયોવૃધ્‍ધ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવાની ફરજ પણ પોલીસે બજાવી હતી. પીઆઇ એ. બી. જાડેજા અને ટીમે સવારથી જ વિસ્‍તારના મતદાન મથકો ખાતે સતત પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

(11:40 am IST)