Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ગુજરાતના પ્રખર ધારાશાષાી સ્‍વ.અભયભાઇ ભારદ્વાજની આજે દ્વિતીય પુણ્‍યતિથિએ શ્રદ્ધાંજલી

સમાન નાગરીક ધારો અને ગુજરાતને હાઇકોર્ટની વધારાની બેંચએ તેમનું સ્‍વપ્‍ન સાકાર થવા જઇ રહયુ છે

રાજકોટ તા.૧: ગુજરાતના પ્રખર ધારાશાષાી સ્‍વ.અભયભાઇ ભારદ્વાજની આજે દ્વિતિય પુણ્‍યતિથી છે. ત્‍યારે ભાજપના સંકલ્‍પ પત્રમાં સમાન નાગરીક ધારો અને હાઇકોર્ટની વધારાની બેંચ માટે વડાપ્રધાને પ્રયાસ કર્યો છે. સ્‍વ.અભયભાઇ ભારદ્વાજનેઆ સાચી શ્રધ્‍ધાંજલી છે.

આવનારી વિધાનસભાની ચૂંટણી અંતગર્ત ભારતીય જનતા પાર્ટીએ તેના સંકલ્‍પ પત્રમાં બે અગત્‍યની જાહેરાત કરી છે. જેમાં આવનારી ગુજરાતની ભાજપ સરકાર દ્વારા (૧) ગુજરાતમાં સમાન નાગરીક ધારો લાગુ થશે તેમજ ૨) ગુજરાતમાં હાઇકોર્ટની વધારાની બેન્‍ચની સ્‍થાપના કરવામાં આવશે તેવી અગત્‍યની જાહેરાતો કરી છે. ઉપરોકત બંને વિષયો સ્‍વ.અભયભાઇ ભારદ્વાજના હૃદયને ઘણા જ નજીક હતા. અભયભાઇએ ભાજપ દ્વારા કરેલી આ બંને જાહેરાતો હકિકત બને તે દિશામાં અથાગ પરીશ્રમ કર્યો હતો. અભયભાઇ ભારતના સર્વ પ્રથમ ટ્રાયલ કોર્ટના પ્રેકટીસીંગ અધિવકતા હતા કે જેઓએ ભારતના કાયદા પંચમાં નિમણૂક પામેલી હતી. તેમના કાયદા પંચના કાર્યકાળ દરમ્‍યાન સ્‍વ.અભયભાઇએ સમાન નાગરીક ધારો અને સૌરાષ્‍ટ્રમાં ગુજરાત હાઇકોર્ટની વધારાની બેંચ આ બંને પ્રશ્નોને વાંચા આપી ઉજાગર કરવાનું કામ કર્યુ હતું. ત્‍યારબાદ રાજયસભામાં નિમણૂક પામ્‍યા બાદ પણ સ્‍વ.અભયભાઇએ ઉપરોકત બંને વિષયોને યોગ્‍ય રીતે રજુ કરવાનુ બીડુ જડપ્‍યુ હતું. કમનસીબે તેમની આકસ્‍મિક-વસમી વિદાયના કારણે વર્ષોથી જે વિષયોને લઇ અને અભયભાઇ મહેનત કરી રહયા હતા તે સપનાઓને સાકાર કરી શકયા ન હતા.

ધન્‍યવાદ છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્‍દ્રભાઇ મોદી અને ગૃહપ્રધાન અમીતભાઇ શાહ કે અભયભાઇના આ બંને સપનાઓને તેમની વિદાય બાદ સાકાર કરવાનો નિર્ણય તેમની આગેવાનીમાં ભાજપ સરકારે લીધેલ છે. સમાન નાગરીક ધારો અને વધારાની હાઇકોર્ટની બેંચ આ બંને ભેટ ગુજરાતને આપી અને આદરણીય મોદીજીએ વર્ષો જુની સમસ્‍યાઓનું સમાધાન ગોતવાનો સફળ પ્રયાસ કર્યો છે.

જયારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવાયેલા ઉપરોકત બંને સંકલ્‍પો હકિકત બનશે તો એ જ મોદીજીનાં મિત્ર અને ભારતીય જનતા પાર્ટીનાં પાંચ દાયકાઓ જુના સેવક સ્‍વ.અભયભાઇ ભારદ્વાજની સાચી શ્રધ્‍ધાંજલી ગણાશે.

(11:46 am IST)