Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

શનિવારે શ્રીમદ ગીતાજી જન્‍મજયંતી

માગશુર સુદ-૧૧ વૈકુંઠ એકાદશીએ ગીતાજીની જન્‍મજયંતી છે.શ્રી ગીતાજીમાં ૧૮ અધ્‍યાયમાં વિભાજીત છે. તેના ૭૦૦ શ્‍લોક છે. મહાભારતની કથામાં મૂળભુત સામુહિક પાત્રો છે પાંડવો અને કૌરવો પાંચ પાડવો યુધિષ્‍ઠીર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલએ પાંડુ પુત્ર છે. કૌરવોના પિતા ધૃતરાષ્‍ટ્ર સમર્થ પુત્રો દુર્યોધન કર્ણએ મુળતો પાંડવ છે.

કુંતિ એની માતા છે કૌમાર્યાવસ્‍થામાં કુંતીને સૂર્યનારાયણના મંત્ર દ્વારા જે પુત્ર, પ્રાપ્ત થયો તે કર્ણ સમાજને કારણે કુંતીએ પુત્રને ત્‍યજી દીધો અને રાધા નામની શુદ્રષાીએ ઊછેર્યો તેથી તે સુતપુત્ર તરીકે ઓળખાયા

કર્ણને જીવનભર એક રહસ્‍ય સતાવતુ હતુ કે મારો પિતા કોણ શષા સ્‍પર્ધામાં સુતપુત્ર હોવાને કારણે કર્ણનો છેદ ઊડી ગયો. સ્‍વયંવરમાં દ્રોપદીએ કર્ણને જોઇને કીધુ હતુ કે હું સુતપુત્રને નહિ વરૂ

મહાભારતના યુદ્ધમાં જુગારમાં ભરી સભામાં પાંચ પ્રતાપી પતિની હાજરીમાં પત્‍ની દ્રોપદીનું વષાાહરણ થાય છે અને દ્રોપદીના હારી ચુકેલા પતિ કશુ જ કરી શકતા નથી, દ્રોપદીના વષાો ખેંચાય છે. ત્‍યારે તેની નિઃસહાય ચીસ સાંભળીને શ્રીકૃષ્‍ણ ચીર પુરે છે શ્રીકૃષ્‍ણ અને દ્રોપદીનો સંબંધ કોઇ પણ નામના પાટીયા વિનાનો સાચો સંબંધ છે. આમ અર્જુન અને દ્રૌપદીને કારણે શ્રીકૃષ્‍ણ પાંચે પાંડવોની પડખે છે.

બીજુ કારણ એ છેકે પાંડવોનો પક્ષએ ધર્મનો પક્ષ છે ન્‍યાયનો પક્ષ છે અને ભગવાન હંમેશા ધર્મ અને ન્‍યાયની પડખે અને અન્‍યાયની સામે હોય છે અને ગીતાજીનું જન્‍મસ્‍થાન યુદ્ધભુમિ છે સામસામે બન્ને સેનાઓ છે અને અર્જુન રથમાં છે. શ્રીકૃષ્‍ણ તેના સારથી છે અર્જુનનુ બીજુ નામ પાર્થ છે. એટલે શ્રીકૃષ્‍ણ પાર્થ સારથી અને જે જ્ઞાન અર્જુનને આપેલ છે તે ગીતાજી છે ગીતાજ્ઞાન

બટુક મહારાજ

કાળીયાટ ગામના શાષાી અને સ્‍વામિનારાયણ મંદિરના પુજારી

મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(12:02 pm IST)