Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સામાન્‍ય નાગરિકોની જેમ લાઇનમાં ઉભા રહી સજોડે મતદાન કરતા પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ

રાજકોટ તા. ૦૧ ડિસેમ્‍બર - ૬૯- રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્‍તારમાં આવેલા બુથ નં. ૨૩૬ ખાતે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે ધર્મપત્‍ની શ્રીમતી મીનલ ભાર્ગવ સાથે સામાન્‍ય મતદારની જેમ જ લાઈનમાં ઉભા રહી મતદાન કર્યું હતું. એટલું જ નહી મતદાન માટે આવેલા સિનિયર સીટીઝન મતદારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપી માનવતાની મહેક પ્રસરાવી હતી. બૂથ ઉપરના ચૂંટણી સ્‍ટાફ સાથે પણ વાતચીત કરી વ્‍યવસ્‍થા અંગેપળચ્‍છા કરી હતી.

આ તકે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે જણાવ્‍યું હતું કે, મતાધિકારનો ઉપયોગ કરી દરેક નાગરિકોએ ઉત્‍સાહપૂર્વક મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તેમનાં ધર્મપત્‍નીએ ઉમેર્યું હતું કે, આપણને મળેલા મતાધિકારનો અચૂકપણે ઉપયોગ કરવો એ આપણી જવાબદારી છે.

મતદાન કરવા માટે યુવાનો, ગળહિણીઓ, વડીલો સહિતના મતદાતાઓ મતદાન માટે ઉમટી પડયા હતા ત્‍યારે તેમની સાથે આવેલા નાના ભૂલકાઓ સાથે પણ કમિશનરશ્રીએ વાતચીત કરી ભવિષ્‍યમાં તેઓ મતાધિકારની ફરજ અચૂક નિભાવે તે માટે પ્રેમપૂર્વક સમજ આપી હતી. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(1:52 pm IST)