Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટના જંગલેશ્વર-કરણપરા સહીતના અનેક વિસ્‍તારો મતદાર સ્‍લીપ વિહોણાઃ ભારે દેકારો

રાજકોટ,તા. ૧ : મતદાન અગાઉ તંત્ર દ્વારા શહેરના બધા વિસ્‍તારોમાં મતદાન સ્‍લીપ ઘરે -ઘરે પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં આજે સવારે મતદાન મથકે મતદારોને મતદાન સ્‍લીપ ન પહોંચતા ભારે મુશ્‍કેલી થતા દેકારો બોલી ગયેલ. શહેરના જંગલેશ્વર-કરણપરા સહિતના ઘણા વિસ્‍તારો મતદાન સ્‍લીપ ન પહોંચતા મતદારોને એક થી બીજા મતદાન મથકે ધક્કા થયા હતા. આમા ઘણા મતદારો મતદાન કર્યા વિના જ પરત ફર્યાનું પણ જાણવા મળ્‍યું છે.

(2:16 pm IST)