Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

મતોત્સવમાં હર્ષોત્સવ : સામાજીક - રાજકીય અગ્રણીઓએ ફરજ નિભાવી : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : નેતાઓ બુથ ટેબલે કાર્યરત

રાજકોટ : આજે મતદાનની ફરજ નિભાવવા લોકો ઉમટી પડયા હતા. ઠેર-ઠેર લાંબી લાઇનો લાગી હતી. મતોત્સવ પ્રસંગે શહેરના તમામ બુથો ઉપર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ તકે શહેરના પૂર્વ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય દંપતિ, બીનાબેન આચાર્ય દંપતિ, આશીષભાઇ વાગડીયા, તેજસ ભટ્ટી, મયુરભાઇ શાહ, નરેશભાઇ બાંભવા, જય બોરીચાએ મતદાનની ફરજ નિભાવી હતી તે ઉપરોકત તસવીરોમાં જોઇ શકાય છે. સાથે જ શહેરની માતૃમંદિર સ્કૂલ, ગાંધી સ્કૂલ, જીટી ગર્લ્સ ખાતે મતદારો ઉમટી પડેલ દર્શાય છે. જ્યારે અંતિમ તસવીરોમાં બુથના ટેબલ ઉપર વ્યવસ્થા સંભાળતા શ્રીનાથજી સોસાયટી, પુનિતનગર તથા ભોમેશ્વરના રાજકીય અગ્રણીઓ મેયર પ્રદિપ ડવ, રા.લો. સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા સહિતના કાર્યકરો - આગેવાનો દર્શાય છે. (તસવીર : સંદિપ બગથરીયા)(

(3:37 pm IST)