Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

હસતા હુઆ નુરાની ચહેરા... ઉમેદવારોનું સસ્મિત મતદાન

રાજકોટ : વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબકકાનું મતદાન શરૃ થઇ ગયું છે. મતદાન પહેલા જ ગુજરાતના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે રાજકોટની ચારેય બેઠકોના ભાજપ, કોંગ્રેસ, 'આપ' ના ઉમેદવારોએ તેમના વિસ્તારના બુથ કેન્દ્રમાં મતદાન કર્યુ હતું તે વખતની પ્રથમ લાઇનમાં ઉપરોકત તસ્વીરોની રાજકોટ ૬૮ માં ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ અને તેમના ધર્મપત્ની વૈશાલીબેન, કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૃ, રાજકોટ ૬૮ 'આપ' ના ઉમેદવાર રાહુલ ભુવા તથા બીજી લાઇનમાં રાજકોટ ૬૯ માં ભાજપના ઉમેદવાર ડો. દર્શિતાબેન અને તેમના પતિ ડો. પારસભાઇ સહિત પરિવારજન, કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરીયા, આપના ઉમેદવાર દિનેશ જોશી તથા ત્રીજી લાઇનમાં રાજકોટ ૭૦ માં ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા અને તેમના ધર્મપત્ની, કોંગ્રેસના ઉમેદવાર હિતેષ વોરા, આપના ઉમેદવાર શીવલાલ બારસીયા તેમજ ચોથી અને છેલ્લી તસ્વીર લાઇનમાં રાજકોટ-૭૧ ના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા અને તેમના પતિ મનહરભાઇ સહિતના પરીવારજનો તથા કોંગ્રેસના ઉમેદવાર  સુરેશ બથવાર, આપના ઉમેદવાર વશરામભાઇ સાગઠીયા દ્રશ્યમાન થાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:50 pm IST)