Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડમાં સ્‍ટવ ફાટતાં રૂપાબેન દાઝી ગયા

કેરોસીનને બદલ સ્‍ટવમાં ડિઝલ પુર્યુ હતું

રાજકોટ તા. ૧: દૂધ સાગર રોડ પર હાઉસીંગ બોર્ડ ક્‍વાર્ટરમાં રહેતાં રૂપાબેન નિલેષભાઇ બાવળીયા (ઉ.૨૯) રાતે દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે થોરાળા પોલીસને જાણ કરી હતી.રૂપાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પતિ છુટક મજૂરી કરે છે. રૂપાબેનના કહેવા મુજબ રસોઇ બનાવતી વખતે સ્‍ટવ ફાટતાં ભડકો થતાં પોતે દાઝી ગઇ હતી. સ્‍ટવમાં કેરોસીનને બદલે ડીઝલ પુર્યુ હોવાનું પણ તેણીએ કહ્યું હતું.

(4:21 pm IST)