Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સિવિલ હોસ્‍પિટલ ઇમર્ર્જન્‍સી વોર્ડ નજીક અજાણ્‍યા પુરૂષનું મોત

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧: સિવિલ હોસ્‍પિટલમાં ઇમર્જન્‍સી વોર્ડના પગથીયા નજીક અજાણ્‍યા આશરે ૪૫ વર્ષના આધેડ બેભાન થઇ પડી જતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ માલવીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:23 pm IST)