Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

એન.ડી.પી.એસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર સમીર ઉર્ફે સમશેર ઝડપાયો

રાજસ્‍થાન નૌગાવના શખ્‍સને એસ.ઓ.જીએ દબોચ્‍યો

રાજકોટ,તા.૧: શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકમાં નોંધાયેલા એન.ડી.પી.એસના ગુનામાં સામેલ શખ્‍સને એસ.ઓ.જીની ટીમે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્‍નરશ્રી રાજુ ભાર્ગવે સૂચના આપતા એસ.ઓ.જીના પી.આઇ.જે.ડી.ઝાલા સહિતના સ્‍ટાફે એન.ડી.પી એસના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર સમીર ઉર્ફે સમશેર  સલીમખાન પઠાણ (રહે.નૌવાવ તા.અરનોદ, રાજસ્‍થાન) ને પકડી લીધો હતો. સમીર ઉર્ફે સમશેર રાજકોટ ક્રાઇમ બ્રાંચ અને રાજસ્‍થાનના અરનોદ પોલીસ મથકમાં નોંધાયેલા એન.ડી.પી.એસના ગુનામાં ફરાર હતો.

(4:24 pm IST)