Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઈ પોબારૂનું મતદાન

વિશ્વના સૌથી મોટા અને સમગ્ર રાજકોટના અંદાજે અઢી લાખ રઘુવંશીઓની માતૃસંસ્‍થા શ્રી રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂએ આજરોજ વિધાનસભાની ચૂંટણીમાં વીરબાઈમાં મહિલા કોલેજ ખાતે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવી હતી. લોકશાહીને મજબૂત બનાવવા મતદાન અચૂક કરવુ જ જોઈએ તેવુ પણ મહાજન પ્રમુખે જણાવ્‍યુ હતું.

(4:30 pm IST)