Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ડો.ભરત બોઘરાએ વતન કમળાપુરમાં મતદાનની પવિત્ર ફરજ નિભાવી

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને સૌરાષ્‍ટ્રના ખેડૂત અગ્રણી સમગ્ર સૌરાષ્‍ટ્રના પાટીદાર સમાજમાં  ઉભરતું  રાજકીય વ્‍યક્‍તિત્‍વ    ડો. ભરતભાઈ બોઘરાએ જસદણ તાલુકાના પોતાના વતન કમળાપુર ખાતે મતદાન કરીને મતદાર તરીકેની પવિત્ર ફરજ નિભાવી હતી. ડો.ભરતભાઈ બોઘરાની સાથે તેમના ધર્મપત્‍ની ડો. શ્રીમતી નીતાબેન ભરતભાઈ બોઘરા તથા પુત્ર જશ ભરતભાઈ બોઘરાએ પણ મતદાન કરીને ભારતની સૌથી મોટી લોકશાહીના નિર્માણમાં પોતાની યોગદાન આપ્‍યું હતું.

આ તકે ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્‍યું હતું કે ગુજરાત રાજ્‍ય સમગ્ર દેશની સાથે સાથે વિકાસ તરફ સતત આગે કદમ કરી રહી છે ત્‍યારે ૨૦૨૨ વિધાનસભાની ચૂંટણીમાં પણ મતદારો વિકાસની તરફેણમાં મતદાન કરીને ગુજરાતના પનોતા પુત્ર નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસ યાત્રાને આગળ વધારશે.

(4:33 pm IST)