Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ભગીની નિવેદિતા ટાઉનશીપના વિસ્‍તારોમાં રસ્‍તા સ્‍ટ્રીટ લાઇટની સુવિધા આપવા માંગ

રાજકોટ તા. ૧ : રેલનગરમાં ભુતવળદાદાની જગ્‍યા પાસે આવેલ ભગીની નિવેદીતા ટાઉનશીપ અને તેની આસપાસની સોસાયટીમાં રસ્‍તા અને સ્‍ટ્રીટલાઇટની સુવિધા આપવા દિલીપકુમાર જૈનાએ માંગણી ઉઠાવી છે. ૨૦૧૯ થી આ વિસ્‍તારો રસ્‍તા અને સ્‍ટ્રીટ લાઇટની સુવિધાથી વંચિત છે. અનેક વખત રજુઆતો કરવા છતા ધ્‍યાન અપાતુ નથી. હાલ આઝદીનો અમૃત મહોત્‍સવ ઉજવાઇ રહ્યો છે. ત્‍યારે આ વિસ્‍તારોની સમસ્‍યા હલ કરવા અંતમાં દિલીપકુમર જેના (મો.૮૨૦૦૮ ૬૬૧૦૫) એ માંગણી ઉઠાવી છે.

(5:43 pm IST)