Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મ્યુ. કોર્પો.ના પદાધિકારીઓનું સન્માન

મ્યુ.કોર્પોરેશનના નવનિયુકત પદાધિકારીઓ સર્વશ્રી મેયર ડો. પ્રદીપભાઇ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલનું ગ્રાહક સુરક્ષા મંડળના આગેવાનોએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યુ હતુ. આ શુભેચ્છા મુલાકાતમાં મંડળના પ્રમુખ યશવંતભાઇ જનાણી, મહામંત્રી રાજેશભાઇ ગોંડલીયા, મુખ્ય સંયોજક એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, શહેર શાખા પ્રમુખ મહેશભાઇ મહેતા, ખજાનચી પરેશભાઇ જનાણી, મંત્રી રસિકભાઇ સોલંકી, એડવોકેટ નયનભાઇ કોઠારી વગેરે સાથે જોડાયા હતા.

(3:12 pm IST)