Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ખોટુ નામ- ધર્મ કહી છેતરીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી

ધર્મ સ્વાતંત્ર્ય કાયદાનો વિરોધ કરી કોંગ્રેસે તેની માનસીકતા છતી કરી : હિન્દુ સમાજની બહેનો- દીકરીઓનું ભવિષ્ય સુરક્ષીતઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ ગુજરાત હર હંમેશ ઇતિહાસ સર્જવામાં અગ્રેસર રહ્યું છે. આઝાદીની લડતથી લઇને વિશ્વની સૌથી મોટી પ્રતિમા સર્જન સહિતની વાતમાં ગુજરાત આગળ છે ગઇકાલે વિધાનસભામાં જે ધર્મ સ્વાતંત્ર્ય સુધારા ખરડો પસાર થયો એ તો અપુર્વ અને ઐતિહાસિક છે એવું ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાને એના માટે અભિનંદન પાઠવ્યા હતાં. હિન્દુ દીકરીઓને રંજાડવાની, ઉઠાવી જવાની અને ફસાવીને ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિઓ પર આ વિધેયકથી રોક આવશે.

ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા  બિલ રજૂ કરવામાં આવ્યું છે. ભાજપ શાસિત ઉત્તરપ્રદેશ ,મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક દ્વારા  કાયદો અમલી બનાવવામાં આવશે જે અંગે ભાજપ અગ્રણી  રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, હિન્દુ યુવતીઓને પ્રેમના નામે ભોળવી ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથી થી જોડાઈને તેમના  સંસાર રોળી નાખી અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા  તત્વોની સામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે  સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું નક્કી કર્યું છે. ખોટું નામ-ધર્મ કહીને છેતરી ને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી. પ્રેમલગ્ન ના ઓઠા હેઠળ થતા ધર્માંતરણ વિરોધી ગુજરાતની મજબૂત અને નિડર રૂપાણી સરકારે વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધાયક પસાર કરી ગુજરાતની હિન્દુ સમાજની બહેનો-દીકરીઓની ભવિષ્ય સુરક્ષિત કર્યું છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયકને અયોગ્ય ઠેરવીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બિલને ફાડી નાંખ્યું હતું આ ઉપરાંત વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ આ વિધેયકનો વિરોધ કર્યો હતો. આમ, સંસ્કૃતિહિત, દેશહિત, સમાજહિત અને બહેનો-દીકરીઓનાં હિતની વાત આવી ત્યારે કોંગ્રેસની વરવી-વિકૃત માનસિકતા અને તુષ્ટિકરણ ની માનસિકતા વધુ એક વખત છતી થઈ ગઈ છે. હિન્દુ બહેનો-દીકરીઓ અને તેમના પરિવારજનો કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે એવું અંતમાં જણાવી  હિન્દુ સમાજની બહેનો-દીકરીઓને અને તેમના પરિવારજનોને રક્ષણ પૂરૃં પાડનાર ધર્મ સ્વાતંત્ર સુધારા વિધાયક બદલ મુખ્યમંત્રી સમગ્ર  સરકારને અભિનંદન આપ્યા હતા.

(3:22 pm IST)