Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

વોર્ડ નં. ૧૧ માં મોટામવા ખાતે રસીકરણ કેમ્પ

 ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા મહા વેકસીન અભિયાન કાર્યરત છે. તે અંતર્ગત મોટામવા પૂર્વ સરપંચ વિજયભાઈ કોરાટ તેમજ મહીલા મંડળ અને જીલ્લા પંચાયત દ્વારા કોરોના વેકસીનેસન કેમ્પનું અયોજન કરવામાં આવેલ હતું. આ રસીકરણ કેમ્પનો પ્રારંભ જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરની ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતુ્ર.બહોળી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા. આ તકે  ભાનુબેન બાબરીયા, વિજય કોરાટ, ડી. કે. સખીયા, કોર્પોરેટર લીલુબેન જાદવ, વીનુભાઈ સોરઠીયા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, વોર્ડના પ્રમુખ સંજય પીપળીયા, પ્રવીણ પાઘડાર, પ્રવીણ ઠુંમર, મહેશ પીપળીયા, લક્ષ્મણભાઈ સાકરીયા, જયદીપ વસોયા તેમજ મહીલા મંડળના પ્રમુખ હંસાબેન મેઘાણી સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:23 pm IST)