Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

નલ-સે-જલ યોજનાની મુદત પુરીઃ માત્ર ૧૧૦૩ ભૂતિયા નળ કાયદેસર થયા

સરકારે બે-બે વખત યોજનાં વધારી છતાં નબળો પ્રતિસાદઃ હજુ પણ મુદત વધે તેવી શકયતા

રાજકોટ તા. ર :.. રાજય સરકારે ભૂતીયા નળને કાયદેસરતાં આપવા માટે નલ-સે-જલ યોજના શરૂ કરી હતી. જેની મુદત ૩૧ માર્ચે પુર્ણ થઇ છે. આ મુદત પૂર્ણ થતાં સુધીમાં માત્ર ૧૧૦૩ ભૂતિયા નળ જ રેગ્યુલાઇઝ થતાં યોજનાની મુદત વધારવામાં આવે તેવી શકયતા છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં અંદાજે ૩૦ હજાર જેટલા ભૂતિયા નળ છે જે હાલમાં પાણીચોરી કહી શકાય કેમ કે તેનો  પાણીવેરો નથી ભરાતો પરંતુ કેટલાક લોકો ઇચ્છે તો પણ પાણીવેરો ભરી શકે તેમ નથી કેમ કે નળ કનેકશન માટેનાં દસ્તાવેજી પુરાવાઓ નથી હોતાં. આથી ભૂતિયા નળ લેવા મજબુર બને છે. આથી રાજય સરકારે ભૂતિયા નળ ધારકો પણ સન્માનથી પાણી મેળવી શકે તેવા હેતુથી 'નલ-સે-જલ' યોજના શરૂ કરી રૂ. ૩૦૦૦ જેટલી પેનલ્ટી ભરીને ભૂતિયા નળને કાયદેસરતાં આપવાનું શરૂ કર્યુ હતું. આ યોજનાથી બે-બે વખત મુદત વધારાઇ છતાં હજુ માત્ર ૧૧૦૩ ભૂતિયા નળ કાયદેસર થયા છે. આથી હજુ આ યોજનાની મુદત વધારવામાં આવે તેવી શકયતા છે.

નોંધનીય છે કે ભૂતિયા નળ પકડાય તો અગાઉ તેને પાણી ચોરી ગણી ફોજદારી ગુન્હો પણ નોંધવામાં આવ્યાનાં અનેક દાખલા છે. ત્યારે લોકોએ આ યોજનાનો લાભ લેવો જોઇએ.

(3:25 pm IST)