Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રાજકોટ કોર્ટમાં વધતા જતા કોરોનાના કેસોઃ આવતીકાલે જજીસ અને સ્ટાફ માટે વેકસીનેશન કેમ્પનું આયોજનઃ કુલ ૩ર સંક્રમિત

મંગળવારે વકીલો માટે રસીકરણ કેમ્પઃ વકીલો-પક્ષકારોને તકેદારી રાખવા જીલ્લા કોર્ટની સુચના

રાજકોટ તા.ર : રાજકોટ કોર્ટમાં વધતા જતા કોરોનાના કેસો, જીલ્લા ન્યાયાલય, રાજકોટ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા વકીલો અને પક્ષકારોને સુચના આપવામાં આવી છે.

રાજકોટમાં કોરોનાના કેસોની સંખ્યાને ધ્યાને લઇ જીલ્લા ન્યાયાલય, રાજકોકટ દ્વારા તા.ર૪/૩/ર૦ર૧ ના રોજ રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના સહયોગથી કોર્ટમાં તમામ ન્યાયાધીશશ્રીઓ તથા કર્મચારીઓ માટે કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવેલ જેમાં ૧ ન્યાયાધીશ તથા ૧૦ કર્મચારી કોરોના પોઝીટીવ હોવાનું જણાઇ આવેલ.ત્યારબાદ કોર્ટના અમુક કર્મચારી તથા વકીલઓને કોરોનાના લક્ષણો જણાઇ આવતા જે તે કર્મચારી તથા વકીલોએ કોરોનાનું ટેસ્ટીંગ કરાવતા ફરીથી કુલ ૯ કર્મચારીઓ તથા ૧ર વકીલોઓ કોરોના પોઝીટીવ આવેલ છે. આમ, હાલમાં કુલ ૩ર કર્મચારીઓ અને વકીલઓ પોઝીટીવ છે.

હાલમાં રાજકોટ મધ્યેની તમામ કોર્ટોની તમામ કાર્યવાહી સંપુર્ણપણે રાબેતા મુજબ ચાલી રહી છે. જેને ધ્યાને લઇ તથા કોર્ટના કર્મચારીઓ, વકીલઓ તથા ન્યાયાધીશશ્રીઓમાં વધતા જતા  કોરોના સંક્રમણના કેસોની સંખ્યાને ધ્યાનમાં લેતા જીલ્લા ન્યાયાલય, રાજકોટ દ્વારા કોર્ટમાં આવતા તમામ વકીલોઓ તથા પક્ષકારોને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે નીચે મુજબની અપીલ તથા નમ્ર વિનંતી કરવામાં આવે છે.

જીલ્લા ન્યાયાલય દ્વારા જણાવાયું છે કે, (૧) કોર્ટની કાર્યવાહીમાં પક્ષકારો તથા વકીલઓએ કોર્ટમાં પોતાનું કામકાજ પુર્ણ થયા બાદ વિના વિલંબે કોર્ટ પરીસર છોડી દેવુ તેમજ (ર) કોર્ટની કાર્યવાહીમાં પક્ષકારો તથા વકીલઓની કોર્ટમાં હાજરીની અનિવાર્યતા ન હોય તો કોર્ટ પરીસરમાં પ્રવેશ ન કરવા નમ્ર વિનંતી કરવામાં આવે છે.(૩) કોર્ટની કાર્યવાહીમાં પક્ષકારો તથા વકીલઓની હાજરી અનિવાર્ય જ હોય તો કેન્દ્ર સરકાર, રાજય સરકાર, હાઇકોર્ટએ કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જે જે સચુનાઓ બહાર પાડેલ છે તેનું તથા એસ.ઓ.પી.નું ચુસ્તપણે પાલન કરી કોર્ટ પરીસરમાં પ્રવેશ કરવો.જેમાં ખાસ કરીને માસ્ક પહેરવું, સામાજીક અંતર જાળવવું તથા કોર્ટના ગેઇટ પર ટેમ્પેરચર ગનથી ટેમ્પરેચરની તપાસણી કર્યા બાદ કોર્ટ પરીસરમાં પ્રવેશ કરવો અને આ તમામ બાબતોમાં સહકાર આપવાથી કોરોના સંક્રમણને અટકાવી શકાશે. (૪) કોર્ટની કાર્યવાહી દરમ્યાન વકીલની હાજરી અનિવાર્ય હોય તેવા સંજોગોમાં સિનિયર વકીલઓએ પોતાની જરૂરીયાત મુજબના જ જુનીયર વકીલઓને હાજરી માટે કોર્ટ પરીસરમાં લાવવા અને વધુમાં વધુ એક જ જુનીયર વકીલને કોર્ટ પરીસરમાં લાવવા નમ્ર વિનંતી છે કોર્ટમાં વધી રહેલા કેસોને ધ્યાને લઇને આવતીકાલે સીવીલ અને સેશન્સ કોર્ટમાં જજીસ કોર્ટ સ્ટાફ માટે તેમજ મંગળવાર તા.૬ને મંગળવારે વકીલો માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયેલ છે.

ઉપરોકત તમામ વિનંતીનું આપણા સૌ દ્વારા પાલન કરવામાં આવે તો કોર્ટમાં હાજર રહેનાર ન્યાયાધીશ, કર્મચારીઓ, વકીલો તથા પક્ષકારોને કોઇ અડચણ કે અગવડતાનો અનુભવ થશે નહી અને આપણે સાથે મળીને વધતા જતા કોરોનાના સંક્રમણને ટાળી શકીશું અને કોર્ટની કાર્યવાહી, કેસોનો નિકાલ નિયમીત પણે કરી શકીશું તેમ જીલ્લા કોર્ટની યાદીમાં જણાવાયું છે.

દરમિયાન રાજકોટ બાર એશો.ના પ્રમુખ બકુલ રાજાણીની યાદીમાં જણાવાયું છે કે ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફ ત્થા વકિલો માટે કોર્ટના સમય દરમ્યાન વેકસીનેશન કેમ્પ યોજાશે જયારે મંગળવાર તા.૬ના રોજ રાજકોટ બાર એશો.ના વકીલો માટે પણ રસીકરણ કેમ્પ યોજાશે કાલે વકીલોને લાભ લેવા એશો.ના પ્રમુખ રાજાણીએ અપીલ કરી છે.

(4:05 pm IST)