Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

જયનાથ હોસ્પિટલનું સંચાલન હવે કરશે સદ્દભાવના હોસ્પિટલઃ કોરોનાની સારવાર પણ ઉપલબ્ધ

મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં તમામ રોગોની સારવાર શરૃઃ મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિતની સરકારી યોજનાઓ ટૂંકસમયમાં શરૂ કરવામાં આવશે

રાજકોટ,તા.૨: પદ્મવિભૂષણ જગદ્દગુરૂ શંકરાચાર્ય શ્રી રામભદ્રાચાર્યશ્રીના પ્રમુખ નેતૃત્વ સાથે ચાલતી ૨૨ વર્ષથી અવિરત સેવા આપતી સંસ્થા, જે સ્વ.પ્રવિણચંદ્ર ગઢીયાના આત્મસિંચન વડે સિંચાયેલી જયનાથ હોસ્પિટલ (ભકિતનગર સર્કલ પાસે) કે જેનું સંચાલન સદ્દભાવના હોસ્પિટલ (૧૫૦ ફૂટ રિંગ રોડ રાજકોટ) દ્વારા આજથી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે ફરીથી કાર્યરત કરેલ છે.

સદ્દભાવના હોસ્પિટલ સંચાલિત જયનાથ હોસ્પિટલમાં મેડિસિન વિભાગ તથા ક્રિટિકલ કેર વિભાગમાં ડો.વિરૂત પટેલ, ડો.વિમલ વોરા તથા ડો.મિલાપ ઠકરાર, કિડની અને ડાયાલીસીસ વિભાગમાં  નેફ્રોલોજીસ્ટ ડો.ઘનશ્યામ જાગાણી તથા ડો.જીગેન ગોહેલ, ગાયનેક વિભાગમાં ડો.ક્રિષ્નાબેન વોરા, તેમજ ઓર્થોપેડિક વિભાગમાં સર્જરી સહીત તમામ ઓપરેશન રાહત દરેક કરી આપવામાં આવશે.

જયારે બાળરોગ વિભાગમાં ડો.આયુષી ચાવડા તથા ડો.સમીર મસરાણી, ડેન્ટલ વિભાગમાં ડો.ભકતી ગોકાણી સેવા આપી રહ્યા છે.

જયનાથ હોસ્પિટલમાં જનરલ વોર્ડ, સ્પે.રૂમ, સેમી. સ્પે.રૂમ તથા આઈ.સી.યુ.માં દાખલ કરવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે. આધુનિક વેન્ટિલેટર્સ, મલ્ટીપેરા મોનિટર તથા સેન્ટ્રલ ઓકિસજન દ્વારા તમામ પ્રકારના ગંભીર દર્દીઓ તથા કોરોનાના દર્દીઓની સારવાર પણ ઉપલબ્ધ કરાયેલ હોવાનું જણાવાયું છે.

પ્રવર્તમાન સંજોગોને આધીન કોવિડ-૧૯ના ભયંકર રોગને નાથવા કોરોના તમામ દર્દીઓને ઉત્તમ પ્રકારની સારવાર મળી રહે એ હેતુથી ૧૯ બેડની આઈ.સી.યુ. સહીત ડેડીકેટેડ કોવીડ વિભાગ તેમના નિષ્ણાંત ડો.વીરૂત પટેલની સેવા શરૂ કરાયેલ છે.

ભવિષ્યમાં તમામ પ્રકારની સરકારી યોજનાઓ જેવી કે મુખ્યમંત્રી અમૃતમ યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના, બાલસખા યોજના, ચિરંજીવી યોજનાઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ શુભેચ્છા સાથે કોવિડ-૧૯ વોર્ડ તથા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તમામ વિભાગોની સારવાર શરૂ કરાયેલ હોવાનું જણાવયું હતું.

આ પત્રકાર પરીષદમાં ડાયરેકટરો સતિષભાઈ તન્ના, દિલીપભાઈ ગઢીયા, ડો.વિરાટ પટેલ, ડો.આયુષી ચાવડા, ડો.સમીર મસરાણી (પેડીયાટ્રીશન), ડો.જીગેન ગોહેલ, ડો.હિમાંશુ કાનાણી, ડો.મયુર શુકલા, ડો.પ્રતિક ખંડલ, ડો.વિમલ વોરા, ડો.મિલન ઠાકર અને ડો.પાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:06 pm IST)