Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

શાળાના વિદ્યાર્થીઓ માટે કોરોના કાળમાં માનસિક તનાવ - દૂર કરવા ઉજાસ સ્ટુડન્ટ્સ અભિયાનનો પ્રારંભ

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ - મનોવિજ્ઞાન ભવન દ્વારા : શિક્ષકો - મનોભવનના છાત્રો દ્વારા ૧૩ શાળાઓમાં કાઉન્સેલીંગ સેન્ટર ખોલાશે

રાજકોટ : પત્રકાર પરિષદમાં માહિતી આપતા મનોવિજ્ઞાન ભવનના પ્રો. યોગેશ જોગસન, ભરતભાઈ ગાજીપરા, ડી.વી. મહેતા, અજયભાઈ પટેલ, જતીનભાઈ ભરાડ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨ : તાજેતરમાં શાળાઓ કોરોના કાળ પછી ધીરે-ધીરે ખુલી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓમાં એકડેમિક લર્નીંગ લોસ, માનસિક તણાવ અને તેને લીધે બાળકો નોન-રિસપોન્સિવ થઈ ગયા છે તેવું મોટા ભાગના શિક્ષકોનું નિરિક્ષણ રહ્યું છે. કોઇ પણ શાળાઓના વર્ગખંડમાં લાઇવ પહેલા જેવું વાતાવરણ જોવા નથી મળતું તેવું શિક્ષકો અને સંચાલકો દ્વારા અનુભવવામાં આવી રહ્યું હતું. આ માટે બાળકોનું મનોવિજ્ઞાનના નિષ્ણાંતો દ્વારા કાઉન્સેલિંગ થવું જોઇએ તેવો અભિપ્રાય વર્તાતા, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન સાથે એક એમ.ઓ.યુ કરી 'ઉજાસ' સ્ટુડન્ટ કાઉન્સેલિંગ પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓનું શહેરના અલગ-અલગ ઝોનમાં ૧૩ શાળાઓમાં કાઉન્સેલિંગ સેન્ટરો શરૂ કરાશે.

આ પ્રોગ્રામ લગભગ એક મહિનાથી લઈને ત્રણ મહિના સુધી ચાલશે. તેને વિવિધ તબક્કાઓમાં વિભાજીત કરી દેવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ રાજકોટના વિવિધ ઝોનમાં ૧૩ કાઉન્સેલિંગ સેન્ટર સ્થપાશે. જેમાં જે-તે ઝોનમાંથી પસંદ કરાયેલ ૩૬ સિનિયર શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓની ટીમ બનાવી તેમને મનોવિજ્ઞાન ભવનના વડા ડો. યોગેશ જોગસણ અને તેમના પ્રાધ્યાપકોની ટીમમાં આસી. પ્રોફેસર ડો. ધારાબેન દોશી, ડો. ડિમ્પલબેન રામાણી, અને ડો. હસમુખભાઈ ચાવડા દ્વારા તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. તેઓ વિદ્યાર્થીઓને વિવિધ તૈયાર કરેલા કાઉન્સેલિંગ ફોર્મ દ્વારા વિગતો મેળવી તેમની ચકાસણી અને અધ્યયન કરી તેમાથી જે વિદ્યાર્થીઓને વધારે કાઉન્સેલિંગની જરુર હશે તેને સિનિયર કાઉન્સેલિંગ અને બાળ-મનોવિજ્ઞાનના નિષ્ણાંતો પાસે કાઉન્સેલિંગ કરાવવામાં આવશે. આ સાથે સંચાલકો માટે પણ એક તાલીમ વર્ગ યોજાયો હતો. જેમા તેમને શાળાઓમાં તથા તેમના ઝોનમાં કાઉન્સેલિંગ સેન્ટર સ્થાપવા કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવી પડશે તેની સમજ અપાઇ હતી.

આ કાઉન્સેલિંગ સેન્ટરના ઉદઘાટનનો એક મુખ્ય સમારોહ આવતીકાલ તા. ૩ના એપ્રિલને શનિવારના યોજાશે જેમાં શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વર્ચયુલ રીતે હાજરી આપી, કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે. આ ઉપરાંત આ તમામ કાઉન્સેલિંગ સેન્ટરોનું તબક્કાવાર તા. ૩ થી ૯ એપ્રિલ સુધીમાં ઉદ્દઘાટન કરાશે. જે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આમંત્રિત મહેમાનોમાં શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રીમતી અંજલીબેન રૂપાણી,  નિતિનભાઇ ભારદ્વાજ,  ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મિરાણી, ડો. પ્રદિપભાઇ ડવ, ડો. દર્શિતાબેન શાહ, પૂષ્કરભાઇ પટેલ, સાંઈરામ દવે,  હિમાંશુભાઈ દોશી, મનોહરસિંહ જાડેજા, અર્જુનસિંહ રાણા, ભૂપતભાઇ બોદર, શ્રી ગઢવી, જ્યોતિન્દ્રભાઈ મહેતા, ગોવિંદભાઇ પટેલ, ડો. અનિલભાઈ રાણાવસિયા,  અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, રામભાઈ મોકરિયા, પરિમલભાઈ પંડયા, ચેતનભાઈ નંદાણી, ભાનુબેન બાબરીયા, ડો. મેહુલભાઇ રૂપાણી, ડો. નેહલભાઇ શુકલ, મૌલેશભાઇ ઉકાણી,  કલેકટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડો. રાહુલ ગુપ્તા, ડો. નિતિનભાઇ પેથાણી, ડો. વિજયભાઇ દેસાણી, શ્રી કેલા,  શ્રી સરવડા, ગિજુભાઈ ભરાડ,  ગુલાબભાઇ જાની, શૈલેષભાઇ સગપરીયા,  ભદ્રાયુભાઇ વછરાજાની, ત્યાગ વલ્લભ સ્વામીજી,   અપૂર્વમુનિ સ્વામી અને પરમાત્માનંદ સરસ્વતિ સ્વામી હાજરી આપી આયોજકોને પ્રોત્સાહિત કરશે.

આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, ઉપપ્રમુખ  અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર જયદિપભાઈ જલુ અને શ્રી મેહુલભાઈ પરડવાના માર્ગદર્શનમાં બેડીપરા ઝોનના ઉપપ્રમુખ રામભાઈ ગરૈયા, ગાંધીગ્રામ ઝોનના ઉપપ્રમુખ રાણાભાઈ ગોજીયા, જામનગર રોડ ઝોનના ઉપપ્રમુખ એચ. એ. નાકાણી, કાલાવાડ રોડ ઝોનના ઉપપ્રમુખ શ્રી સુદિપ મહેતા, કોઠારીયા રોડ ઝોનના ઉપપ્રમુખ હસમુખભાઈ માયાણી અને મવડી ઝોનના ઉપપ્રમુખ રાજકુમાર ઉપાધ્યાય જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:07 pm IST)