Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

૧૩ વર્ષની બાળાને લગ્નની લાલચ આપી રાજેશ ભાલાળા ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

રાજકોટ તા. ર : કુવાડવા નજીકના વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની બાળાને પ્રેમજાળમાં ફસાવી માલીયાસણનો શખ્સ ભગાડી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કુવાડવા નજીકના વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની બાળા ગઇકાલે પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથધરી હતી. તપાસ દરમ્યાન માલીયાસણ ગામમાં રહેતો રાજેશ કેશુભાઇ ભાલાળા નામનો શખ્સ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હોવાનું  જાણવા મળતા બાળાના પિતાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.આઇ.એન.એન. ચુડાસમા તથા રાઇટર હિતેષભાઇએ તપાસ હાથ ધરી છે.

(4:08 pm IST)