Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

બહેન દિકરીઓ હવે સલામત બની, ધર્મ સ્વાંતંત્ર્ય સુધારા વિધેયકને આવકારતા ભંડેરી-ભારદ્વાજ

રાજકોટ તા. ૨ : ગુજરાતને ઉત્તમમાથી સર્વોત્તમ બનાવવા રાજયના પ્રગતિશીલ મુખ્યમ ંત્રીની ઓળખ ધરાવતા વિજયભાઈ રૂપાણીએ કેટલા કડક કાયદાઓ અમલમાં મૂકી અસામાજિક તત્વો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારા સામે આકરા પગલા ભર્યા છે. સખ્ત કાયદાઓનો અસરકારક અમલ કરી ગુજરાતની જનતાને શાંતિ સલામતી અને સુરક્ષાની ભાવના પ્રદાન કરી  હોવાનું ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે  જણાવ્યુ છે.

શ્રી ભ ંડેરી શ્રી ભારદ્વાજે જણાવ્યું કે ખોટા નામ અને ઓળખ ધારણ કરીને હિન્દુ સમાજની દિકરીઓ સાથે લગ્ન કરનારા જેહાદી તત્વોની સાન ઠેકાણે લાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં વિધાનસભામા ં પસાર કરવામા ં આવેલો ધર્મ સ્વાત ંત્ર્ય સુધારા વિધેયક આવકારદાયક છે અને હાલના ં સમયની તાતી જરૂરિયાત છે. આ પગલામાં લોકલાગણીનો પડઘો ઝીલાયો છે.

યુવતીઓનું ધર્માંતરણ કરાવીને જીવન નર્ક બનાવનારા જેહાદી તત્વો સામે હવે કડક કાર્યવાહી થશે. સમાજની બહેનો-દિકરીઓ અને તેમના પરિવારને સુરક્ષા પૂરુ પાડનાર આ વિધેયક એક ક્રાંતિકારી કદમ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં શાસનમાં આજે ગુંડાઓ ગુજરાત છોડી ભાગી રહ્યા છે. નામચીન ગેંગ અને માથાભારે શખ્સો જેલ હવાલે છે. ગુજરાત હવે તોફાનો, રમખાણો અને ગુનાખોરી મુકત થવા જઈ રહ્યું છે. ગુજરાતમાં શાંતિ અને સલામતી સ્થપાઈ રહી છે. સદ્દભાવ અને સૌહાર્દનુ ં વાતાવરણ સમાજમા ં સ્થપાઈ રહ્યું છે.

આ કાયદો પસાર કરવામાં આવતા હિન્દુ સમાજની બહેનો-દીકરીઓને તો રક્ષણ મળશે જ ઉપરાંત અનેક હિંદુ માતા-પિતાઓ પણ ચિંતા મુકત બનશે.

નોંધનીય છે કે મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા તથા પાકિસ્તાનમાં પણ કાયદો છે. જેમાં સજાની અલગઅલગ જોગવાઈ છે. ગુજરાતમાં પણ લવજેહાદના ં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગહન ચર્ચાવિચારણા કર્યા બાદ લવજેહાદ અંગે કડક કાયદો બનાવવાની જાહેરાત કરી હતી. જે અ ંતર્ગત આ કાયદો લાગુ કરવામા ં આવ્યો છે.

આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર રહેશે તેમજ ૩ થી ૧૦ વર્ષની સજા અને રૂ. ૫ લાખનો દંડ થશે. હવે આગામી સમયમા ં વિધર્મીઓ દ્વારા હિ ંદુ યુવતીઓને ફસાવવાના કિસ્સાઓમાં ઘટાડો જોવા મળશે. તેમ અંતમાં ધનસુખભાઈ ભંડેરી અને નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યુ છે.

કમલેશ મિરાણી-જીતુ કોઠારી- કિશોર રાઠોડ

 શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઘ્વારા ગુજરાતની બહેન–દિકરીઓ અને પરિવારોની સુરક્ષા કાજે ધર્મ સ્વાંત્ર્ય સુધારા બીલ ને આવકારી અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ કાયદો લાગુ થવાથી ધર્માન્તરણને આધારે દેશને ખોખલો કરવાની માનસિકતાના આધાર પર બહેન–દિકરીઓનું શોષણ કરીને રસ્તે રઝળતી કરી દેવાની વૃતિને લપડાક લાગી જશે. લવ જેહાદ કાયદા હેઠળ લગ્નના હેતુસર  કરેલ, કરાવેલ કે મદદગારી કરેલ ધર્માન્તરણ  બદલ આકરી સજા અને દંડ કરવામાં આવી છે. આમ ગુજરાતમાં હવે બહેન દિકરીઓ હવે વધુ સલામત બની હોવાનું જણાવી કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવેલ છે.

(4:15 pm IST)