Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સોની સમાજના સહયોગથી યોજાયેલા રસીકરણ કેમ્પને જબરો પ્રતિસાદ : પહેલા દિવસે 580 લોકોએ ડોઝ લીધો

પૂ,ગો,મધુસુદન લાલજી રુચિરબાવાશ્રી મહોદયના હસ્તે દીપ પ્રાગટ્ય : મેયર,કોર્પોરેટરો સહિતના રાજકીય અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ : સોની સમાજના આગેવાનોની પ્રોત્સાહક હાજરીમાં પારિવારિક માહોલમાં સુંદર વ્યવસ્થા : મહિલાઓમાં વિશેષ જાગૃતિ જોવાઈ

રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કોરોના રસીકરણ કાર્યક્રમ વેગવાન બનાવ્યો છે ત્યારે સોની સમાજના સહયોગથી બે દિવસીય કોરોના રસીકરણ કેમ્પને ભારે પ્રતિસાદ મળ્યો છે, આજે પ્રથમ દિવસે સાંજ સુધીમાં 580થી વધુ લોકોને રસીકરણનો લાભ મેળવ્યો છે

 આજે સવારે વૈષ્ણવચાર્ય પૂ, ગો, મધુસુદન લાલજી મહોદયના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રસીકરણનો પ્રારંભ કરાયો હતો, આ પ્રસંગે મેયર પ્રદીપભાઈ ડવ ,કોર્પોરેટરો વિનુભાઈ ધવા, ડો, રાજશ્રીબેન ડોડીયા,દેવાંગભાઈ માંકડ,જયશ્રીબેન ચાવડા ઉપસ્થિત રહ્યાં હતા

 આ પ્રસંગે સોની સમાજના આગેવાન રાજકોટ મનપાના હાઉસિંગ એપ્રુવલ કમિટીના ચેરમેન વર્ષાબેન રાણપરા, તેમજ શ્રી રાજકોટ હાલારી સોની સમાજના પ્રમુખ અશોકભાઈ ઝીંઝુવાડિયા સોની સમાજના આગેવાન અરવિંદભાઈ પાટડીયા , દિનુમામા, ભાયાભાઇ સાહોલિયાં,ચીમનભાઈ લોઢીયા ,વિનુભાઈ પારેખ, રમેશભાઈ ધકાણ ,ક્રાઇમ એન્ડ કરપશન કંટ્રોલ એસો,ના ગુજરાતના સચિવ સેંજલભાઈ મહેતા,તેમજ હસુભાઈ આડેસરા ,મિલનભાઈ રાણપરા, મેહુલભાઈ રાણપરા, કૈલાશભાઈ રાજપરા, કમલેશભાઈ ધોળકીયા સહિતનાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં પારિવારિક માહોલમાં રસીકરણનો લાભ લેવાયો હતો

(7:19 pm IST)