Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની પ્રોત્‍સાહક પ્રગતિ : રૂ. ૧૪૫.૯૪ કરોડના નફા સાથે અને બિઝનેશ રૂા. ૯,૧૦૦ કરોડને પાર

૫૧ હજાર નવા ખાતેદારોને બેંક સાથે જોડી ‘નાના માણસની મોટી બેંક' સૂત્ર ચરિતાર્થઃ શૈલેષભાઇ ઠાકર સતત બીજા વર્ષે નેટ એનપીએ ઝીરો

રાજકોટઃ વૈશ્વિક મંદીના માહોલમાં, રાજકોટ નાગરિક સહકારી બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના નિણાર્યક પરિણામો રજુ ક્‍યા છે.બેંકના ચેરમેન શેલેષભાઇ ઠાકર તથા વાઇસ ચેરમેન જીમ્‍મીભાઇ દક્ષીણી જણાવે છે કે, ‘૩૧ માર્ચ ૨૦૨૩ના વર્ષ માટે બેંકે નફો રૂમ. ૧૪૫.૯૪ કરોડ નોધાવેલ છે. જયારે થાપણો રૂમ. ૫,૭૮૩ કરોડ, ધિરાણ રૂમ. ૩,૩૫૯ કરોડ, બિઝનેશ રૂ.૯,૧૪૨ કરોડ રહ્યો છે. બેંકે સતત બીજા વર્ષે ઝીરો નેટ એનપીએની સિદ્ધી જાળવી રાખી છે. વિશેષમાં આઝાદીના અમૃત મહોત્‍સવના અવસરે ૫૧ હજાર નવા ખાતેદારોને બેક સાથે જોડી ફરીથી ‘નાના માણસોની મોટી બેંક' એવી રાજકોટ નાગરિકસહકારી બેંકે બૃહદ સમાજનો વિશ્વાસ દઢ ક્‍યો છે.'

સૌરાષ્ટ્ર-કચ્‍છની સર્વપ્રથમ મલ્‍ટીસ્‍ટેટ શેડ્‍યુલ્‍ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. મહારાષ્ટ્રમાં ૪ શાખા સહિત કુલ ૩૮ શાખાઓ, બે એક્ષટેન્‍શન કાઉન્‍ટર, બે ઓફસાઇટ એટીએમનું વિશાળ નેટવર્ક ધરાવે છે. ૩ લાખથી વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવતી બેંકે છેલ્લા ૧૦ વર્ષથી સભાસદોને રૂમ. ૧ લાખના વીમાનું કવચ આપેલું છે. આવી જ રીતે ગ્રાહક સુવિધાની વાત કરીએ તો, બેંકની મોબાઇલ બેકિંગ સુવિધા દ્વારા ઓનલાઇન વ્‍યવહારો કરી શકાય છે અને કેશબેક/રિવોર્ડ્‍સ પોઇન્‍ટનો લાભ પણ મળે છે. બેંકનું પ્‍લેટીનમ એટીએમ કાર્ડ ખાતેદારોમાં લોકપ્રિય બન્‍યું છે અને તે થકી દેશભરનાં એટીએમ- પીઓએસમાં અને ઓનલાઇન, ઇકોમ વ્‍યવહાર કરી શકાય છે. બેંકની મોબાઇલ એપ દ્વારા દ્યેર બેઠાં જ એનઇએફટી અને આરટીજીએસ કરી શકાય છે. બીબીપીએસથી યુટીલીટી બિલ પેમેન્‍ટ અને યુપીઆઇનો લાભ સંખ્‍યાબંધ ખાતેદારો લઇ રહ્યા છે. વિવિધ શાખાઓમાં એટીએમ-સીડીએમ (કેશ ડિપોઝીટ કમ એટીએમ) કાર્યરત છે અર્થાત ૨૪ કલાક ૩૬૫ દિવસ રોકડ જમા કે ઉપાડ કરી શકાય છે. આ ઉપરાંત આઇપીઓ માટે આસ્‍બા સુવિધાનો મહત્તમ ખાતેદારો સફળતાથી ઉપયોગ કરી રહ્યા છે. ફક્‍ત વ્‍યાવસાયિક ધોરણે જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્‍વમાં બેંકની કામગીરી હમેશા મોખરે રહી હોવાનું જણાવાયુ છે.

 બેંકના સીઇઓ અને જનરલ મેનેજર વિનોદ શર્મા શ્રેષ્ઠ પરિણામોનો યશ બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ સમિતિનાં સભ્‍યો, ડેલીગેટ, વિશાળ ગ્રાહક વર્ગ, સભાસદ પરિવારજનો અને કર્મઠ કર્મચારીગણને આપતાં સમગ્ર નાગરિક પરિવારનો હૃદયપૂર્વક આભાર માનેલ છે. તેમ યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:53 pm IST)