Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રાજકોટ ચેમ્‍બરમાં ૩ સભ્‍યો કો.ઓપ્‍ટ તરીકે લેવાયા : આમંત્રિતોની નિમણુક : માસના અંતે સ્‍નેહમિલન યોજાશે

વિવિધ એસોસીએશનોને પ્રતિનિધિત્‍વ આપી : ચેમ્‍બરે નવો ચીલો શરૂ કર્યો : પ્રશંસનીય પગલુ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને અપાયું આમંત્રણ

રાજકોટ,તા. ૨ :  રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીની એપ્રિલ માસની કારોબારી સમિતિની મિટીંગ પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવની અઘ્‍યક્ષતામાં તા.ર૯-૪-ર૦રર ના રોજ રાજકોટ ચેમ્‍બર હોલ ખાતે યોજાયેલ. જેમા એજન્‍ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ મિટીંગમાં બંધારણીય જોગવાઈ મુજબ ત્રણ સભ્‍યો (૧) શ્રી પંકજભાઈ ધમસાણીયા - સમય ટ્રેકટર્સ (ર) શ્રી કિશોરભાઈ વઘાસીયા - ભાગ્‍યોદય ટ્રેડીંગ કાું. (૩) શ્રી નરેશભાઈ શેઠ - આજી જી.આઈ.ડી.સી. ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશનની કો-ઓપ્‍ટ સભ્‍ય તરીકે સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ.

રાજકોટ ચેમ્‍બર દ્વારા આ મિટીંગમાં અલગ અલગ ક્ષેત્રના વિવિધ રર જેટલા એસોસીએશનોને પણ ખાસ આમંત્રિત તરીકે નિમણુંક કરવામાં આવેલ. જેમા શ્રી જયેશભાઈ શ્રી ડેનીશભાઈ હદવાણી-હરીપર પાળ ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશન, શ્રી સુજીતભાઈ ઉદાણી-રાજકોટ બિલ્‍ડર્સ એસોસીએશન, શ્રી જયદિપભાઈ નંદાણી-રાજકોટ ઈન્‍ફોરર્મેશન ટેકનોલોજી એસોસીએશન, શ્રી પ્રણંદભાઈ કલ્‍યાણી-ધર્મેન્‍દ્રરોડ વેપારી એસોસીએશન, શ્રી દિપકભાઈ સચદે-કચ્‍છ સૌરાષ્‍ટ્ર પ્રોડકટીવીટી કાઉન્‍સીલ, શ્રી મયુરભાઈ આડેસરા-જેમ્‍સ એન્‍ડ જવેલરી એસોસીએશન, શ્રી અરવિંદભાઈ શાહ-ગુજરાત મીનીસીમેન્‍ટ મેન્‍યુ. એસોસીએશન, શ્રી પ્રશાંતભાઈ સુચક-ખીરસરા જી.આઈ.ડી.સી. ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશન, શ્રી જગદીશભાઈ અકબરી-રાજકોટ ડેરી મરચન્‍ટ એસોસીએશન, શ્રી હેમંતભાઈ કાપડીયા-રાજકોટ કિચનવેર્સ મેન્‍યુ.એસોસીએશન, શ્રી રાજુભાઈ માણેક-રાજકોટ ટેક્ષ કન્‍સલટન્‍ટ સોસાયટી, શ્રી રમેશભાઈ હિરપરા-રામનગર ઈન્‍ડસ્‍ટ્રીયલ એરીયા એસોસીએશન, શ્રી મનોજભાઈ ઉનડકટ-રાજકોટ ટી મરચન્‍ટ એસોસીએશન, શ્રી હસુભાઈ સોરઠીયા-વાવડી ઈન્‍ડસ્‍ટ્રીય ઝોન એસોસીએશન, શ્રી નૈલેશભાઈ શાહ-અટીકા ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશન, શ્રી પંકજભાઈ બાટવીયા-ગુંદાવાડી રોડ વેપારી એસોસીએશન, શ્રી કનકસિંહ ગોહિલ-મશીન ટુલ્‍સ મેન્‍યુ. એસોસીએશન, શ્રી પરેશભાઈ સાવલીયા-ટીવી એપ્‍લાયન્‍સીસ ટ્રેડર્સ એસોસીએશન, શ્રી નિતીનભાઈ નથવાણી-પરાબજાર મરચન્‍ટ એસોસીએશન, શ્રી ગીરીશભાઈ પરમાર-પ્રતિક્ષા એનર્જી સોલ્‍યુશન, સી.એ. શ્રી ધવલભાઈ ખખ્‍ખર-ઈશ્‍વર લક્ષ્મીદાસ ખખ્‍ખર એન્‍ડ કાું. આમ બહોળી સંખ્‍યમાં એસોસીએશનના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહી વેપાર-ઉદ્યોગના વિવિધ પ્રશ્‍નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવેલ.

 ત્‍યારબાદ પરંપરાગત રાજકોટ ચેમ્‍બર દ્વારા દર વર્ષે સભ્‍યો પરિવારનું સ્‍નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ મે મહિનાના છેલ્લા અઠવાડીયામાં સ્‍નેહમિલન કાર્યક્રમ યોજવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવેલ. જે માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આમંત્રણ આપવામાં આવ્‍યુ છે.

(11:31 am IST)