Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ઇ-મેમો (ટ્રાફિક વાયોલેશન નોટીસ)ની પેન્‍ડીંગ ઉઘરાણીની રકમ વસુલવાની પોલીસની જોહુકમી ઉપર કોર્ટની લગામ

પોલીસ હવે માત્ર મેમો આપી શકશે સ્‍થળ ઉપર વસુલાત કરી શકશે નહિ : મેમો આપ્‍યા પછી છ માસમાં એન.સી. કેસ દાખલ નહિ થાય તો મેમો રદ્દ ગણાશે : છેલ્લા છ માસ દરમિયાન થયેલા ઇ-ચલણને એન.સી. કેસ તરીકે રજૂ રાખવા કોર્ટનો હુકમ : પ્રજાહિતમાં રાજકોટના યુવા લોયર્સની ટીમનો કાનુની જંગમાં ભવ્‍ય વિજય થયો : જુના મેમાની ઉઘરાણી કરવાની પોલીસને સત્તા જ નથી

રાજકોટ તા. ૨ : છેલ્લા ઘણા સમયથી રાજકોટ અને ગુજરાતની પ્રજા છેલ્લા ઘણા સમયથી રાજમાર્ગો પર સી.સી.ટી.વી. કેમેરાઓ લગાડવામાં આવેલ છે તે કેમેરાઓનો ઉપયોગ વાહનચાલકો-પ્રજાજનો વિરુધ્‍ધ કરવામાં આવી રહેલ છે. ખરી હકીકતે સી.સી.ટી.વી કેમેરાઓ નાખવાનો ઉદેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતીઓ, દબાણો અટકાવવા માટે હતો પરંત આ સી.સી.ટી.વી. કેમેરાઓનો ઉપયોગ ગરીબ તથા મધ્‍યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને ખુબજ મોટા સમાધાન શુલ્‍કના નામે મેમો આપીને ટ્રાફીક પોલીસ ડીપાર્ટમેન્‍ટ દ્વારા બંધારણીય અધીકારોનો ભંગ થાય તેવી અન્‍યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

યુવા લોયર્સ એશો. ઈ-મેમો સંદર્ભ ઘણા સમયથી કાનુની લડત આપી રહેલ છે જે મુજબ રાજકોટના યુવા લોયર્સના કન્‍વીનર હેમાંશુ પારેખ તથા ક્ષત્રીય આગેવાન એડવોકેટ ગીરીરાજસિંહ જાડેજા દ્વારા પોતાને મળેલ અલગ અલગ ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) રદ કરવા માટે રાજકોટની નામદાર અદાલતમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલ જેમાં અદાલતે ફરીયાદ રજીસ્‍ટરે લઈ (૧) કમીશ્નર ઓફ પોલીસ રાજકોટ (ર) આસીસ્‍ટંટ કમીશ્નર ઓફ પોલીસ (ટ્રાફીક) (૩) કમાન્‍ડ એન્‍ડ કન્‍ટ્રોલ સેન્‍ટર ના જવાબદાર અધિકારીશ્રીને નોટીસ કરી અદાલતમાં જવાબ રજુ રાખવા માટે જણાવેલ હતું. જેમાં એ.સી.પી. ટ્રાફીક દ્વારા અદાલતમાં હાજર થઈ સરકારો વકોલશ્રી મારફત જવાબ રજુ રાખવામાં આવ્‍યો હતો. 

જેમાં ફોજદારી ફરીયાદમાં ફરીયાદી વકીલો દ્વારા ઈ-મેમો (નોટીસ)ને કોર્ટ નોટીસ (એન.સી.) ગણી કાર્યવાહી કરવા એક અરજી રજુ રાખેલ હતી. જે અરજીના અનુસંધાને અદાલતમાં રજુઆત. અને કાયદાકીય દલીલો કરવામાં આવેલ હતી. જેમાં અદાલત દ્વારા હકમ કરવામાં આવેલ છે કે, જેટલા અનડીસ્‍પોઝ ઈ-ચલણ છે તે સી.આર.પી.સી. ની ૬ માસની લીમીટેશન મુજબના અદાલતમાં એન.સી. તરીકે રજુ રાખવા. તેવો હુકમ કરેલ છે અને જે અંગે દરરોજ કાર્યવાહી કોર્ટમાં ચાલશે. અને આ હુકમની જાણ અદાલત દ્વારા પોલીસ કમીશ્નર, એ.સી.પી. (ટ્રાફીક) અને કમાન્‍ડ એન્‍ડ કન્‍ટ્રોલ સેન્‍ટરને પણ કરવામાં આવેલ છે.

અદાલતમાં ઈ-મેમો એન.સી. તરીકે રજુ થતા અદાલત દ્વારા જે તે વ્‍યકિતને અદાલત સમક્ષ બોલાવવામાં આવશે અને તેને મેમો સંદર્ભ પોતાની વાત-બચાવ રજુ કરવાની તક મળશે અને અદાલત કેસની હકોકત અને કાયદાની જોગવાઈઓ મુજબ દંડ કરશે. આમ ટ્રાફીક પોલીસની એકતરફી કાર્યવાહીનો અંત આવશે.

ટ્રાફીક પોલીસ દ્વારા રૂબરૂ અપાતા મેમોમાં સ્‍પષ્ટ જણાવેલ છે કે વાહન ચાલકે પોતે કરેલ ગુન્‍હા બાબતે ટ્રાફીક પોલીસ પાસે માંડવાળ કરવુ એટલે કે સમાધાન શુલ્‍ક ભરવું કે કોર્ટમાં જવુ તે નકકી કરવાનો અધીકાર વાહન ચાલકનો છે અને ઈ-મેમોમાં આવી જોઈ જાણકારી આપવામાં આવેલ નથી. અને રકમ પરાણે ભરવા માટે દબાણ કરી શકાય નહીં આમ સમાધાન શુલ્‍કના નામે ટ્રાફીક પોલીસ પોતે જજ બની ગયેલ છે અને લોકોને દબાણ કરી ખોટી કાર્યવાહીની ધમકી આપી મોટી રકમો સમાધાન શુલ્‍કના નામે આવી રહેલ હતી. જેની સામે યુવા લોયર્સ એશો. દ્વારા કોર્ટમાં દીવાની તથા ફોજદારી રાહે કાનુની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અરજદારો દ્વારા અદાલતમાં માંગણી કરવામાં આવેલ છે કે, સી.સી.ટી.વી.સવે લન્‍સ કેમેરા દ્વારા ટ્રાફીક નિયમનના ભંગ બદલ ઈ-ચલણ કે ઈ-મેમો ઈસ્‍યુ કરવાની કોઈ સત્તા કે અધીકાર નથી કે તેના દ્વારા દંડ વસુલ કરવાની કોઈ સત્તા કે અધીકાર નથી તથા આજ દિવસ સુધીમાં ઈસ્‍યુ કરવામાં આવેલ આવા ઈ-મેમો કે ઈ-ચલણ કાયદાકીય જોગવાઈ વગરના ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે, તથા આ કામના પ્રતિવાદીઓને ટ્રાફીક નિયમન ભંગ બદલનો ગુન્‍હો સાબીત થયા વગર કોઈપણ પ્રકારના ઈ-મેમો કે ઈ-ચલણ ઈસ્‍યુ કરવા કોઈ સત્તા કે અધીકાર નથી તેવી રજુઆત અદાલતમાં કરવામાં આવેલ હતી.  આગામી સમયમાં ઈ-મેમા પ્રશ્ને વધ કાર્યકરમો-રજુઆતો પણ કરવામાં આવનાર છે.

આ કામગીરી માટે યુવા લોયર્સની સીનીયર જુનીયર એડવોકેટની વિશાળ ટીમ સતત કાર્યશીલ છે. યુવા લોયર્સ એશોસીએશનના પ્રમુખ કેરીટ નકુમના માર્ગદર્શન હેઠળ કન્‍વીનર હેમાંશુ પારેખ તથા ગીરીરાજસિંહ જાડેજા, સીનીયર એડવોકેટ કે.ડી. શાહ, સંજય શાહ ઉપરાંત અજય પીપળીયા, નયન વ્‍યાસ, વિરેન રાણીંગા, આનંદ પરમાર, નિવીદ પારેખ, જગદીશ કુવાડીયા, નીશાંત જોશી, રીતેશ ટોપીયા, દર્શન ભાલોડી, સંજય ટોળીયા, ધવલ પડીયા, હર્ષાલ શાહ, કેતન સાવલીયા, જયવિર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, મીલન જોષો, દોપ વ્‍યાસ, જીતેન્‍દ્ર ધુળકોટીયા, કુલદીપ ચૌહાણ, નયન મણીયાર, વિજય પટગીર, કિશન વાલ્‍વા, અમીત ગડારા, નીલ શુકલ, ખોડુભા સાકરીયા, જીગર નસીત, જવલંત પરસાણા, જયપાલ સોલંકી ઉપરાંત અગ્રણી યુવા વકીલો નિમેષ કોટેચા, પ્રશાંત લાઠીગ્રા, જયકિશન છાંટબાર, તુષાર સોંડાગર, આનંદ રાધનપુરા, મોહીત ઠાકર, વીકાંત વ્‍યાસ, ચંદ્રેશ સાકરીયા, અજીત પરમાર, રાહુલ મકવાણા, પારસ શેઠ, નીરજ કોટડીયા, રાજેન્‍દ્ર જોષી, ભાવીન બારૈયા, જય બુધ્‍ધદેવ, નીકુંજ મહેતા, ઘનશ્‍યામભાઈ વાંક, ચીત્રાંક વ્‍યાસ, યશપાલ ચૌહાણ વિગેરે એડવોકેટની વિશાળ ટીમ સક્રીય છે.

(12:03 pm IST)