Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અક્ષય તૃતિયાના અવસરને વધાવવા ઝવેરીબજાર સજ્જ

પેલેસ રોડ પર અવનવી ડિઝાઇનના આભૂષણનો ઝળહળાટ : ઘટયા ભાવે બજારમાં ખરીદીનો ધમધમાટ રહેવાની વેપારીઓને આશા : અવનવી જવેલરી સાથે શુકનવંતી ખરીદી વધશે : ઘરેણાની ઘડામણમાંᅠ વિશેષ વળતરની આકર્ષક ઓફર અને એકંદરે ઊંચી સપાટીએથી ઘટયા ભાવે ગ્રાહકોમાં વધારો થશે

રાજકોટ તા. ૩૦ : અક્ષયᅠતૃતિયાના અવસરને વધાવવા સોનીબજાર સજ્જ બની છે ઝવેરીબજારમાં અવનવી ડિઝાઇનના વિવિધ આભૂષણની વિશાળ રેન્‍જ સાથે વેપારીઓ દ્વારા તૈયારી કરાઈ છેᅠઅક્ષયᅠતૃતીયાનો અવસર અને છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ દબાયા હોય ગ્રાહકોની ખરીદી વધવાની આશા છે સામાન્‍ય પણેᅠઅક્ષયᅠતૃતીયાᅠસ્‍વયં સિદ્ધ મુહૂર્ત મનાય છે આ દિવસે મુહૂર્ત જોવાની આવશ્‍યકતા નથી વણજોતું મુહૂર્ત મનાતા આ શુકનવંતા દિવસે કરેલી ખરીદી ક્ષય થતો નથી તેવું શાષાોક્‍ત કથન છે.

ઝવેરી બજારમાં ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્‍ટીક જવેલરી, ટ્રેડીશનલ અને જડતરની જવેલરી તેમજ ફેન્‍સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે. આ ઉપરાંત પ્રેઝેન્‍ટેશન,ગીફટ આર્ટીકલ સાથે લગ્ન પ્રસંગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાળ શ્રેણી જોવા મળે છે.

ઝવેરીબજારમાં હેવી તેમજ લાઈટ વેઇટના આભૂષણો પણ ઝગમગી રહ્યાં છે હળવા વજનના બુટી, બાલી, વીટીᅠપેન્‍ડલ, રંગબેરંગી મીનાકારી અને નંગ ડાયમંડનીᅠકાનની લટકણ બાલી સહિતની મનમોહન વેરાયટીઓ જોવા મળે છે.

છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ઘટતા ભાવ અનેᅠઅક્ષયᅠતૃતીયાના અવસરથી ખરીદી બેવડાઈ શકે છે આ ઉપરાંત રાજકોટ ગોલ્‍ડ ડીલર્સ એસો,ના સભ્‍ય જવેલર્સ દ્વારા સોનાના આભૂષણોની ખરીદીમાં ૧૦ ગ્રામે મજૂરીમાં રૂપિયા ૧૨૫૦નુંᅠ વિશેષ વળતર અને ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં ૫૦ ટકા સુધીનું જબરૂં ડિસ્‍કાઉન્‍ટ ઓફર કરાયું છે જેને બહોળો પ્રતિસાદ મળશે તેમ મનાય છે.

રાજકોટ ગોલ્‍ડ ડીલર્સ એસો,ના ચેરમેન પ્રભુદાસભાઇ પારેખ જણાવે છે કે ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતરની આકર્ષક ઓફર અને એકંદરે ઊંચી સપાટીએથી ઘટયા ભાવેᅠગ્રાહકીમાં વધારો થશે ઘટ્‍યા ભાવેᅠસોનાનીᅠમનમોહક જવેલરી અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં પણ વધારો થવાની ધારણા છે.

એશિયાના ગોલ્‍ડ હબ તરીકે વિખ્‍યાત રાજકોટની સોનીબજારના કુશળ કારીગરો તૈયાર થતા દાગીનાની દેશ-વિદેશમાં વિશેષ માંગ રહેતી હોય છે ત્‍યારે આ વખતે સોનાના ભાવમાં એકંદરે ઘટાડો થતા ખરીદી વધવાની વેપારીઓને આશા છે.

અક્ષયᅠતૃતીયાના અવસરે સોનાના ઘટયા ભાવ, શુકનવંતો અવસર અને વળતર સ્‍કીમને કારણે બજારમાં ધૂમ ખરીદીની ધારણા છે ઉપરાંત લગ્નસરાની સિઝનનું વેડિંગ કલેક્‍શન પણ જબરૂં ગોઠવાયું છે જેને પગલે પણ ખરીદીમાં વધારો થશે તેમ મનાય છે.(૨૧.૩૪)

સોનાના ઘરેણાની ઘડામણમાં ૧૦ ગ્રામે રૂા. ૧૨૫૦ અને ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં ૫૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ

રાજકોટ ગોલ્‍ડ ડીલર્સ એસો.ના સભ્‍ય જવેલર્સ દ્વારા અક્ષય તૃતીયાના અવસરે વિશેષ વળતર

રાજકોટ : અક્ષયᅠતૃતીયાના અવસરે રાજકોટ ગોલ્‍ડ ડીલર્સ એસો,ના સભ્‍યᅠજવેલર્સᅠદ્વારા તા. ૨ થી ૪ દરમિયાન સોનાના ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતર અપાઈ રહ્યું છે રાજકોટ ગોલ્‍ડ ડીલર્સના સભ્‍યᅠજવેલર્સᅠદ્વારા સોનાના દાગીનાની મજૂરીમાં દસ ગ્રામે ૧૨૫૦ રૂપિયાનું વળતર તેમજᅠડાયમંડᅠજવેલરીના મેકિંગ ચાર્જમાં ૫૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ ઓફર કરાયું છે.

તા. ૨ થી ૪ સુધી સોનાના આભૂષણો અનેᅠડાયમંડᅠજવેલરીના મજૂરીમાં રાજકોટ ગોલ્‍ડ ડીલર્સ એસો.ના સભ્‍યᅠજવેલર્સᅠદ્વારા વિશેષ વળતર અપાઈ રહયું છે જેને સારો પ્રતિસાદ મળશે તેમ મનાય છે.

રાજકોટ રાજકોટ ગોલ્‍ડ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાં જણાવે છે કે ઘરેણાનીᅠઘડામણમાંᅠવિશેષ વળતરની આકર્ષક ઓફર અને એકંદરે ઊંચી સપાટીએથી ઘટયા ભાવે ગ્રાહકીમાં વધારો થશેᅠᅠસોનાનાᅠભાવ ગત વર્ષ કરતાં ઓછા છે ત્‍યારે ઘટ્‍યા ભાવે મનમોહક જવેલરીની ખરીદીમાં પણ વધારો થવાની ધારણા છે. વધુમાં ભાયાભાઇ જણાવે છે કે રાજકોટની બજારમાં નિર્મિત આભુષણનો દેશ વિદેશમાં સારી ખ્‍યાતિ પામ્‍યા છે અહીંની બજારના કારીગરોની કારીગીરી બેનમૂન છે રાજકોટની બજારમાં માત્ર સૌરાષ્ટ્ર જ નહિ પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રાહકો પણ ખરીદી કરવા આવતા હોય છે.

 

સોનામાં વધ્‍યા ભાવે ઘટાડો : શુકનવંતા અવસરે ખરીદીને વેગ મળવાની આશા

રાજકોટ : અક્ષય તૃતીયાના અવસરે રાજકોટ ગોલ્‍ડ ડીલર્સ એસો.ના સભ્‍ય જવેલર્સ દ્વારા ઝવેરીબજારમાંᅠસોનાનાᅠદાગીનામાં મજૂરીમાંᅠ૧૦ᅠગ્રામેᅠરૂપિયા ૧૨૫૦નું વળતર અને ડાયમંડ જવેલરીની મજૂરીમાં ૫૦ ટકાનું ડિસ્‍કાઉન્‍ટ ઓફર કરાઈ રહયું છે.

સોનામાં મક્કમતા જોવાઈ હતી દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી સોનામાં વધ્‍યા ભાવે ઘટાડો જોવાઈ રહ્યો છે,ત્‍યારે અક્ષય તૃતીયાના અવસરે ખરીદીને સપોર્ટ મળશે તેમ મનાય છે રાજકોટ ગોલ્‍ડ ડીલર્સ એસો,ના ચેરમેન પ્રભુદાસભાઇ પારેખ જણાવે છે કે ઘરેણાનીᅠઘડામણમાંᅠવિશેષ વળતરની આકર્ષક ઓફર અને એકંદરે ઊંચી સપાટીએથી ઘટયા ભાવે ગ્રાહકોમાં વધારો થશેᅠ ઘટ્‍યા ભાવે સોનાની મનમોહક જવેલરી અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં પણ વધારો થવાની ધારણા છે.

(12:36 pm IST)